For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBIએ રેલવે લાંચ કાંડમાં નવેસરથી તપાસ શરૂ કરી

|
Google Oneindia Gujarati News

pawan-bansal
નવી દિલ્હી, 13 જૂન : સીબીઆઇએ પૂર્વ રેલવે પ્રધાન પવન બંસલના અંગત સચિવ અને રેલવે બોર્ડના સભ્ય પવન કુમાર બંસલ વિરુદ્ધ બે નવી એફઆઇઆર નોંધી છે. આ નવી એફઆઇઆર પણ રેલવે લાંચ કાંડનો જ એક ભાગ છે.

સીબીઆઇની સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને એવી માહિતી મળી છે કે રેલવે બોર્ડ સભ્ય (ઇલેક્ટ્રિકલ) કુલભૂષણે રેલવેની જમીનના વિકાસ માટે કરાર આપવા માટે કથિત રીતે એક ખાનગી બિલ્ડરનો પક્ષ લીધો હતો. કુલભૂષણે કથિત રીતે શરતોમાં ઢીલ મૂકી હતી જેના કારણે કરોડો રૂપિયાનો કરાર બિલ્ડર સરળતાથી મેળવી શકે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇને કથિત તરફદારીની જાણ ત્યારે થઇ જ્યારે 10 કરોડ રૂપિયાના રેલવેના નોટને બદલે પદસ્થાપનની તપાસ દરમિયાન થઇ હતી. જેમાં કથિત રીતે પૂર્વ રેલવે પ્રધાન પવન બંસલનો ભાણીયો વિજય સિંગલા અને રેલવે બોર્ડના તત્કાલીન સ્ટાફ મહેશ કુમારની સંડોવણી છે.

English summary
CBI booked two new cases against Railway board member.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X