મણિપુરના વાયરલ વીડિયોને લઇ CBIએ દાખલ કરી FIR, તપાસ શરૂ કરાઇ
મણિપુરમાં 3 મેથી ચાલી રહેલી હિંસા વચ્ચે, 19 જુલાઈના રોજ એક ભયાનક વીડિયો સામે આવ્યો, જેમાં બે મહિલાઓને નગ્ન પરેડ કરવામાં આવી હતી, જેમાં પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી.
મણિપુર વાયરલ વીડિયો કેસની તપાસની જવાબદારી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના હાથમાં આવી ગઈ છે. જેના માટે એફઆઈઆર નોંધવામાં આવી છે જ્યારે તપાસ તેજ કરવામાં આવી છે.

મણિપુરમાં ચાલી રહેલી જાતિય હિંસા હજુ પણ ચાલુ છે. દરમિયાન 19મી જુલાઈના રોજ બે કુકી મહિલાઓને સોશિયલ મીડિયા પર નગ્ન અવસ્થામાં પરેડ કરતા વાતાવરણ વધુ તંગ બની ગયું હતું. જો કે આ વીડિયો 4 મેના રોજ થયેલી હિંસા પછીનો જણાવવામાં આવી રહ્યો છે.
આ વીડિયો સામે આવ્યા બાદ દેશભરમાં રોષ ફેલાયો છે. આ ઘટનાને લઈને વિપક્ષ કેન્દ્ર અને મણિપુર સરકાર પર આક્રમક બન્યો છે. જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક સગીર સહિત 6 લોકોની ધરપકડ કરી હતી.












Click it and Unblock the Notifications
