For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBI લાંચ કાંડઃ રાકેશ અસ્થાના સામે એ કે બસ્સીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા પુરાવા

સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે કથિત રીતે લાંચ લેવાના આરોપોની તપાસ કરી રહેલ સીબીઆઈ અધિકારી એ કે બસ્સીએ અસ્થાના સામે ઘણા પુરાવા સર્વોચ્ચ અદાલતમાં રજૂ કર્યા.

|
Google Oneindia Gujarati News

સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે કથિત રીતે લાંચ લેવાના આરોપોની તપાસ કરી રહેલ સીબીઆઈ અધિકારી એ કે બસ્સી પોતાની ટ્રાન્સફર પોર્ટ બ્લેયર કરાવા સામે સુપ્રીમ કોર્ટમાં ગયા છે. તેમણે અસ્થાના સામે ઘણા પુરાવા સર્વોચ્ચ અદાલતમાં રજૂ કર્યા. એ કે બસ્સીએ વૉટ્સએપ મેસેજ સાથે સાથે કોલ ડિટેલ્સનું વિવરણ કોર્ટમાં જમા કર્યુ છે. આ પુરાવા રજૂ કરવા સાથે તેમણે રાકેશ અસ્થાના પર એક વેપારી સતીશ સના પાસેથી લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. બસ્સીએ કહ્યુ કે અસ્થાના સીબીઆઈ તપાસથી બચવા ઈચ્છતા હતા.

આ પણ વાંચોઃ Statue of Unityના અનાવરણ દરમિયાન પીએમ મોદીએ કહી આ 10 મોટી વાતોઆ પણ વાંચોઃ Statue of Unityના અનાવરણ દરમિયાન પીએમ મોદીએ કહી આ 10 મોટી વાતો

એ કે બસ્સીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે યાચિકા

એ કે બસ્સીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે યાચિકા

સીબીઆઈના અધિકારી એ કે બસ્સીએ દાવો કર્યો છે કે તેમણે જે કોલ ડિટેલ્સ રજૂ કર્યા છે તેમાં રાકેશ અસ્થાના અને દૂબઈ રહેતા મનોજ પ્રસાદ વચ્ચેનો સંબંધ માલુમ પડે છે. જેનુ નામ કથિત રીતે લાંચમાં શામેલ હતુ. મનોજ પ્રસાદને આ મહિનાની શરૂઆતમાં જ ધરપકડ કરવામાં આવી હતી. તે પૂર્વ રૉ (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) ના નિર્દેશક દિનેશ્વર પ્રસાદના પુત્ર છે. એ કે બસ્સીએ જણાવ્યુ તે મનોજ પ્રસાદે માર્ચ 2017 થી પોતાનો ફોન ડેટા ડિલીટ નથી કર્યો. એવામાં સીબીઆઈ આ સંદેશાઓ એક્સેસ કરી શકે છે અને તેના સહારે કથિત રીતે લાંચ આપનાર સતીશ સના સુધી પહોંચી શકે છે.

એ કે બસ્સીની પોર્ટ બ્લેયર કરવામાં આવી ટ્રાન્સફર

એ કે બસ્સીની પોર્ટ બ્લેયર કરવામાં આવી ટ્રાન્સફર

એ કે બસ્સીએ કોર્ટમાં દાખલ કરેલ પોતાની યાચિકામાં કહ્યુ કે તેમને એ વાતનો ડર છે કે તેમની જગ્યાએ જેમને આ કેસની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે, તે આની સાથે સંબંધિત પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે. તેમણે આગળ કહ્યુ કે એટલા માટે સીબીઆઈના ઘણા અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી. તમને જણાવી દઈએ કે સીબીઆઈના ટોપ 2 અધિકારીઓના વિવાદ બાદ બંને અધિકારીઓને છુટ્ટી પર મોકલી દેવામાં આવ્યા હતા. વળી, એમ. નાગેશ્વર રાવને સીબીઆઈના વચગાળાના નિર્દેશક બનાવવામાં આવ્યા હતા. તેમણે આવીને તરત જ ઘણા અધિકારીઓની ટ્રાન્સફર કરી હતી. તેમણે એ કે બસ્સીની પોર્ટ બ્લેયર ટ્રાન્સફર કરવાનો નિર્ણય આપ્યો હતો.

આ પણ વાંચોઃ આવતા 50 વર્ષો સુધી ભાજપ સત્તામાં રહેશે, શું છે અમિત શાહનો મંત્ર?આ પણ વાંચોઃ આવતા 50 વર્ષો સુધી ભાજપ સત્તામાં રહેશે, શું છે અમિત શાહનો મંત્ર?

English summary
CBI Officer Who Probed Rakesh Asthana Reveals WhatsApp "Proof" In Supreme Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X