For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારની કોલેજ પર CBIની રેડ

ડીકે શિવકુમારની કોલેજ પર સીબીઆઈએ રેડ કરી છે. કોંગ્રેસે ફરીથી એજન્સીઓના દુરૂપયોગનો આરોપ લગાવ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મોદી સરકાર પર સતત એજન્સીઓનો દુરૂપયોગ કરવાનો આરોપ લાગી રહ્યો છે ત્યારે હવે કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારની કોલેજ પર સીબીઆઈની રેડ પડી છે. પહેલાથી જ વિવાદોમાં આવેલા ડીકે શિવકુમારની મુશ્કેલીઓ પુરી થવાનું નામ નથી લઈ રહી. ઈડી બાદ હવે તેઓ સીબીઆઈની રડારમાં આવ્યા છે.

DK Shivakumar

મળતી વિગતો અનુસાર, સીબીઆઈએ તેમની કોલેજ પર રેડ કરી છે. આ રેડમાં સીબીઆઈને શું મળ્યુ તેની કોઈ વિગતો હજુ સામે આવી નથી. બીજી તરફ રેડને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. હવે કોંગ્રેસે ફરીથી એજન્સીઓના દુરૂપયોગનો આરોપ લગાવ્યો છે.

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર બેંગ્લોર સ્થિત ગ્લોબલ એકેડેમી ઓફ ટેકનોલોજી નામની શૈક્ષણિક સંસ્થાના અધ્યક્ષ છે. આ સંસ્થામાં સીબીઆઈએ ત્યાં દરોડા પાડ્યા છે. સીબીઆઈએ દરોડા પાડી કોલેજના અધિકારીઓની પણ પૂછપરછ કરી હતી. શિવકુમારની પુત્રી ડીકેએસ ઐશ્વર્યા, કોલેજના ટ્રસ્ટી સેક્રેટરી અને તેમની પત્ની પણ કોલેજના ટ્રસ્ટના સભ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં તેમની પુછપરછ કરાઈ હતી. આ પછી તેમના ભાઈએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.

English summary
CBI raid on Karnataka Congress president DK Shivakumar's college
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X