જમ્મુ કાશ્મીરના પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકના ઘરે CBIના દરોડા, કિરુ જળવિદ્યુત પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે મામલો
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘર પર CBIએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ દિલ્હીમાં મલિકના ઠેકાણા સહિત કુલ 30 સ્થળો પર સીબીઆઈના દરોડા ચાલુ છે.
કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટ આપવા સંબંધિત કથિત ભ્રષ્ટાચારની તપાસના ભાગ રૂપે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ કેસ રૂ. 2,200 કરોડના કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રીક પાવર પ્રોજેક્ટ (એચઇપી)ના સિવિલ વર્ક્સ આપવામાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.

સત્યપાલ મલિક 23 ઓગસ્ટ, 2018 અને 30 ઓક્ટોબર, 2019 વચ્ચે જમ્મુ અને કાશ્મીરના ગવર્નર હતા, તેમણે દાવો કર્યો હતો કે તેમને પ્રોજેક્ટ સંબંધિત બે ફાઈલો ક્લિયર કરવા માટે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.
સીબીઆઈએ અગાઉ જણાવ્યું હતું કે, "2019માં ખાનગી કંપનીને કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રીક પાવર પ્રોજેક્ટ (HEP)ના લગભગ 2,200 કરોડ રૂપિયાના સિવિલ વર્ક્સનો કૉન્ટ્રાક્ટ આપવામાં કથિત ગેરરીતિના આરોપો પર કેસ નોંધવામાં આવ્યો હતો."
એજન્સીએ ચિનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ (P) લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન નવીન કુમાર ચૌધરી અને અન્ય ભૂતપૂર્વ અધિકારીઓ એમએસ બાબુ, એમકે મિત્તલ અને અરુણ કુમાર મિશ્રા અને પટેલ એન્જિનિયરિંગ લિમિટેડ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
તમને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરના ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશના કિશ્તવાડ જિલ્લામાં 624MW કિરુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટને રન-ઓફ-રિવર સ્કીમ તરીકે વિકસાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર (NHPC, 51%) અને જમ્મુ અને કાશ્મીર સ્ટેટ પાવર ડેવલપમેન્ટ (JKSPDC, 49%) વચ્ચેના સંયુક્ત સાહસ (JV) દ્વારા ચિનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ (CVPPPL) દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે.
પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) એ 2016 માં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ માટે પર્યાવરણીય મંજૂરી આપી હતી, જ્યારે ફેબ્રુઆરી 2019માં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ₹42.88 બિલિયન ($609.71 મિલિયન) ના અંદાજિત ખર્ચે બાંધવામાં આવી રહ્યો છે અને જુલાઈ 2025માં વાણિજ્યિક કામગીરી શરૂ થવાની ધારણા છે. કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) એ માર્ચ 2019માં પ્રોજેક્ટમાં રોકાણને મંજૂરી આપી હતી.












Click it and Unblock the Notifications
