For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનિલ દેશમુખ સામે CBIએ નોંધાવી FIR, ઘર સહિત ઘણી જગ્યાએ પાડી રેડ

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને એનસીપી નેતા અનિલ દેશમુખની મુશ્કેલીઓ ફરીથી વધી ગઈ છે કારણકે સીબીઆઈએ તેમની સામે એફઆઈઆર નોંધી લીધી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ વસૂલી મામલે નામ આવ્યા બાદ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને એનસીપી નેતા અનિલ દેશમુખની મુશ્કેલીઓ ફરીથી વધી ગઈ છે કારણકે સીબીઆઈએ તેમની સામે એફઆઈઆર નોંધી લીધી છે. આ કેસ પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહના આરોપોના આધારે નોંધવામાં આવ્યો છે. સમાચાર એ પણ છે કે ત્યારબાદ સીબઆઈએ દેશમુખના ઘર સહિત ઘણી જગ્યાએ રેડ પાડી. જો કે હજુ સુધી એ જાણવા મળ્યુ નથી કે ત્યાંથી સીબીઆઈને શું મળ્યુ છે.

anil deshmukh

વાસ્તવમાં મુંબઈ પોલિસના પૂર્વ કમિશ્નરે દેશમુખ અને સચિન વાજે પર ગંભીર આરોપ લગાવીને બૉમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેના પર કોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યુ હતુ કે પહેલા 15 દિવસમાં સીબીઆઈ કેસની પ્રારંભિક તપાસ કરીને રિપોર્ટ આપે, જો કેસ સાચો જોવા મળે તો જ દેશમુખ સામે એફઆઈઆર નોંધવામાં આવે. આ નિર્ણયના આધારે સીબીઆઈએ હવે દેશમુખ સામે કેસ નોંધાવ્યો છે. સાથે જ ઘણી જગ્યાએ રેડ પાડી જેમાં તેમનુ ઘર પણ શામેલ છે.

વાજેની ધરપકડથી બદલાઈ સ્થિતિ

વાસ્તવમાં એંટીલિયા કેસમાં પોલિસ અધિકારી સચિન વાજેનુ નામ સામે આવવા પર એનઆઈએએ તેની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર પોલિસના ઘણા અધિકારીઓ પર પણ તપાસની તલવાર લટકી, જેને જોઈને સરકારે મુંબઈ પોલિસ કમિશ્નર પરમબીર સિંહની ટ્રાન્સફર કરી દીધી. આ દરમિયાન ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ તેમના પર ઘણી ટિપ્પણીઓ કરી. જેનાથી નારાજ પરમબીર સિંહે દેશમુખ સામે મોરચો ખોલી દીધો અને મહારાષ્ટ્રના સીએમના નામ એક પત્ર લખીને તેને સાર્વજનિક કરી દીધો.

પરમબીરનો આરોપ છે કે ગૃહમંત્રી અનિલ દેશમુખનો હાથ સચિવ વાજે પર છે જેના કારણે તે ગેરકાયદે કામોને અંજામ આપતો હતો. આ ઉપરાંત દેશમુખે તેને મુંબઈના પબ, બાર, રેસ્ટોરાંમાંથી 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો. આ વિશે વાજે ઘણી વાર દેશમુખના ઘરે મળવા ગયા. પરમબીરની માંગ હતી કે સીબીઆઈ આ કેસની તપાસ કરે નહિતર દેશમુખ બધા પુરાવા નષ્ટ કરી દેશે. જેના કારણે તે કોર્ટમાં પહોંચ્યા. કોર્ટના ચુકાદા બાદ જયશ્રીએ જણાવ્યુ કે ઉચ્ચ ન્યાયાલયે 15 દિવસમાં પ્રારંભિક તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ દરમિયાન કોઈ ગુનો જોવા મળે તો એફઆઈઆર નોંધવામાં આવશે.

English summary
CBI registered FIR against Maharashtra former home minister Anil Deshmukh over Police commissioner Parambir Singh allegations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X