રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના ઘર સહિત 15 અલગ-અલગ જગ્યાઓએ CBIની રેડ
RJD ચીફ સાથે જોડાયેલા એક મોટા સમાચાર છે. કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ લાલુ યાદવ સાથે જોડાયેલા 15 સ્થળો પર દરોડા પાડ્યા છે.
નવી દિલ્હીઃ રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સાથે જોડાયેલા એક મોટા સમાચાર છે. કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ લાલુ યાદવ સાથે જોડાયેલા 15 સ્થળો પર દરોડા પાડ્યા છે. CBIની આ કાર્યવાહી ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને થઈ છે. ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી ગઈ છે. તેમની સાથે તેમની પુત્રી પણ સીબીઆઈની કાર્યવાહીની ઝપેટમાં આવી છે. સીબીઆઈએ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન ભરતીમાં કથિત અનિયમિતતા બદલ નવો કેસ નોંધ્યો છે.

ભ્રષ્ટાચારના આ કેસમાં કાર્યવાહી કરીને સીબીઆઈની ટીમ લાલુ યાદવના પટના નિવાસસ્થાન સહિત 15 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. તમને જણાવી દઈએ કે ઘાસચારા કૌભાંડના ડોરંડા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે ગયા મહિને 22મી તારીખે લાલુ પ્રસાદ યાદવને જામીન આપ્યા હતા. જામીન પછી તેમણે થોડા દિવસો સુધી એઈમ્સમાં તેની સારવાર કરાવી ત્યારબાદ તેઓ તેમની મોટી પુત્રી મીસા ભારતીના ઘરે છે.
જાણવા મળ્યા મુજબ સુનાવણી પહેલા જ લાલુને તબિયત બગડવાના કારણે એર એમ્બ્યુલન્સ દ્વારા તેમને દિલ્હી એઈમ્સમાં લાવવામાં આવ્યા હતા. તપાસ બાદ એઈમ્સના ડોકટરોએ તેમને રાંચીના રિમ્સમાં સારવાર કરાવવા માટે કહ્યું હતુ. ત્યારબાદ તેઓ પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ અચાનક તેમની તબિયત બગડી હતી. જેના પછી તેમને દાખલ કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
