For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવ રેપ કેસઃ પીડિતાનુ અપહરણ કરી 9 દિવસ સુધી 3 જણે કર્યો હતો બળાત્કાર

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉન્નાવ રેપ કેસ સાથે સંબંધિત બધા કેસની દિલ્લીની અદાલતમાં સુનાવણી થઈ રહી છે. વળી, ઉન્નાવ રેપ કેસમાં સીબીઆઈના નિવેદન બાદ વધુ એક સનસનીખેજ ખુલાસો થયો છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉન્નાવ રેપ કેસ સાથે સંબંધિત બધા કેસની દિલ્લીની અદાલતમાં સુનાવણી થઈ રહી છે. વળી, ઉન્નાવ રેપ કેસમાં સીબીઆઈના નિવેદન બાદ વધુ એક સનસનીખેજ ખુલાસો થયો છે. સીબીઆઈએ દિલ્લીની અદાલતને જણાવ્યુ કે ઉન્નાવ રેપ પીડિતાનુ વર્ષ 2017માં કથિત રીતે અપહરણ કર્યા બાદ ત્રણ જણે અલગ અલગ જગ્યાએ 9 દિવસ સુધી બળાત્કાર કર્યો ત્યારે પીડિતા સગીર હતી.

સેંગર પર લાગેલા આરેપથી અલગ છે આ કેસ

સેંગર પર લાગેલા આરેપથી અલગ છે આ કેસ

આ કેસ ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર દ્વારા 2017માં મહિલાના કથિત બળાત્કાર કેસથી અલગ છે. આ કેસમાં જોડાયેલ એક વકીલે જણાવ્યુ કે બંધ રૂમમાં કોર્ટની કાર્યવાહી દરમિયાન જિલ્લા ન્યાયાધીશ ધર્મેશ શર્માએ ગેંગરેપ કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ ચાર્જશીટની નોંધ લીધી અને કેસની આગામ સુનાવણી માટે 15 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી. ચાર્જશીટમાં સીબીઆઈએ આઈપીસીની કલમો 120બી (ગુનાહિત ષડયંત્ર), 363 (અપહરણ કરવુ), 366 (અપહરણ કે મહિલાને લગ્ન માટે મજબૂર કરવી), 376-ડી (એકથી વધુ લોકો દ્વારા યૌન શોષણ) અને બાળ શોષણ ગુના સંરક્ષણ અધિનિયન (પૉક્સો)ની કલમો ત્રણ અને ચાર હેઠળ નરેશ તિવારી, બૃજેશ યાદવ અને શુભમ સિંહે આરોપી બનાવ્યા છે. આ આરોપો હેઠળ દોષી ગણાતા આજીવન કેદની જોગવાઈ છે.

ત્રણ જણે અલગ અલગ જગ્યાએ કર્યો હતો બળાત્કાર

ત્રણ જણે અલગ અલગ જગ્યાએ કર્યો હતો બળાત્કાર

ન્યાયિક મેજિસ્ટ્રેટ સામે નોંધાયેલ રેપ પીડિતાના નિવેદનના હવાલાથી સીબીઆઈએ કહ્યુ કે 11 જૂન 2017ની એ રાતે પાણી લેવા ઘરેથી બહાર નીકળી હતી, જ્યારે સિંહ અને તિવારીએ અન્ય ત્રણ જણ સાથે મળીને તેને કારમાં બેસાડી લીધી હતી. આરોપપત્ર મુજબ થોડી દૂર ગયા બાદ સિંહ અને તિવારીએ કારમાં તેની સાથે કથિત રીતે બળાત્કાર કર્યો. આમાં કહેવામાં આવ્યુ છે કે તેને કાનપુર જવાના રસ્તે પડતા એક મકાનમાં લઈ જવામાં આવી જ્યાં ચહેરો ઢાંકેલા બે અજ્ઞાત લોકોએ પણ તેની સાથે કથિત રીતે રેપ કર્યો.

આ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણીઃ 13 ઓક્ટોબરે 3 જનસભાને સંબોધિત કરશે રાજનાથ સિંહઆ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણીઃ 13 ઓક્ટોબરે 3 જનસભાને સંબોધિત કરશે રાજનાથ સિંહ

103 સાક્ષીઓની પૂછપરછ કરશે સીબીઆઈ

103 સાક્ષીઓની પૂછપરછ કરશે સીબીઆઈ

તેના બે દિવસ બાદ પીડિતાને ઓરેયા જિલ્લામાં લઈ જવામાં આવી જ્યાં પોલિસને પીડિતા મળી આવી. તપાસમાં માલુમ પડ્યુ કે બળાત્કાર પીડિતાનુ 12 જૂનના બદલે 11 જૂને અપહરણ કરવામાં આવ્યુ કારણકે સિંહ અને તિવારી 11 જૂને એ જગ્યાએ નહોતા. ચાર્જશીટ મુજબ મહિલાએ તિવારીએ આપેલા કોઈ પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની ના પાડી છે પરંતુ તપાસમાં સામે આવ્યુ કે તેણે ફોનનો ઉપયોગ કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યુ છે કે ત્રણ અન્ય ગુનેગારો વિશે પૂછપરછ કરવા પર મહિલાએ જણાવ્યુ કે તેણે વકીલ મનોજ સેંગરના ધમકાવવાના કારણે તેમનુ નામ લીધુ હતુ. સીબીઆઈએ કહ્યુ કે અન્ય આરોપીઓની ભૂમિકા જાણવા માટે તપાસ ચાલુ છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્લી ટ્રાન્સફર કરવામાં આવી છે.

English summary
cbi tells court three men raped unnao rape victim for 9 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X