ફીડબેક યૂનિટ મામાલામાં CBI મનીષ સિસોદીયા વિરુદ્ધ કરશે તપાસ, MHA એ આપી મંજૂરી
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા વિરુદ્ધ ફિડબેક યૂનિટ મામાલે કેસ દાખલ કરીને તપાસ કરીને સીબીઆઇને કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ અનુમતી આપી દિધી છે. ફીડબેક યૂનિટ વિજિલેન્સ વિભાગ અંતર્ગત આવે છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની મુશ્કેલીમાં વધારો થયો છે. ગૃહ મંત્રાલયે ફીડબેક યૂનિટ કેસમાં મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. સીબીઆઇ દ્વારા આ મામલે મનીષ સિસોદીયા પર કેસ ચલાવવા માટે ગૃહ મત્રાલય પાસે મંજુરી માંગી હતી. જેને ગૃહ મંત્રાલયયે સ્વીકાર કરી લીધો છે. ફીડબેક યૂનિટ દ્વારા મનીષ સિસોદિયા પર જાસૂસી કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે મનીષ સિસોદિયા સામે કેસ દાખલ કરીને સીબીઆઇએ તપાસ કરવાની અનુમતી માંગી છે.

ગૃહ મંત્રાલય પાસેથી અનુમતિ મળ્યા બાદ સીબીઆઇ મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ દાખલ કરીને તેમની સામે કેસ ચલાવામાં આવશે. મનીષ સિસોદીયા સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા અનુસાર કેસ ચલવામાં આવશે. તમને જણાવી દઇએ કે, વિજિલિન્સ વિભાગ મનીષ સિસોદિયા અંતર્ગત આવે છે. આ વિભાગ અંદર જ 2015 માં ફીડબેક યૂનિટનું ગઠન કરવામાં આવ્યુ હતુ આ યૂનિટ પર જાસૂસીનો આરોપ લાગ્યો છે. જેને લઇને મનીષ સિસોદિયા શંકાના ઘેરામાં છે. આ તમામ માલે સીબીઆઇ તપાસ કરશે.












Click it and Unblock the Notifications
