For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBSE 12th Result 2019: બે વિદ્યાર્થિનીઓએ કર્યુ ટૉપ, મળ્યા આટલા ગુણ

સીબીએસઈ 12માં ધોરણની પરીક્ષાનું પરિણામ ગુરુવારે બપોરે જાહેર કરી દેવામાં આવ્યુ છે. 12માં ધોરણમાં વખતે બે વિદ્યાર્થીનીઓએ ટૉપ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

સીબીએસઈ 12માં ધોરણની પરીક્ષાનું પરિણામ ગુરુવારે બપોરે જાહેર કરી દેવામાં આવ્યુ છે. 12માં ધોરણમાં વખતે બે વિદ્યાર્થિનીઓએ ટૉપ કર્યુ છે. ડીપીએસ ગાઝિયાબાદની હંસિકા શુક્લા અને એસવી પબ્લિક સ્કૂલ મુઝફ્ફરનગરની કરિશ્મા અરોરાને 12માંની પરીક્ષામાં 500માંથી 499 ગુણ મળ્યા છે. પરીક્ષાર્થી પરિણામ આવ્યા બાદ પર પરિણામોને CBSEની અધિકૃત વેબસાઈટ cbse nic in પર જઈ ચેક કરી શકે છે. વળી, બીજા સ્થળોએ ત્રણ વિદ્યાર્થિઓનીઓ સંયુક્ત રીતે સમાન ગુણ મેળવ્યા છે. વળી, 11 વિદ્યાર્થિનીઓ સહિત 18 વિદ્યાર્થીઓએ ત્રીજુ સ્થાન મેળવ્યુ છે.

CBSE

હરિયાણાની જિંદની ભાવ્યા, ઉત્તરાખંડના ઋષિકેશની ગૌરંગી ચાવલા અને યુપીની રાયબરેલીની ઐશ્વર્યાએ એક સાથે બીજા સ્થાને ટૉપ કર્યુ છે. આ બધાને 500માંથી 498 ગુણ મળ્યા છે. 12માં ધોરણમાં ટૉપ કરનારી હંસિકાને ઈતિહાસ, સાઈકોલોજી, મ્યૂઝિક વોકલ અને પોલિટિકલ વિષયમાં 100માંથી 100 ગુણ મળ્યા છે. હંસિકાને અંગ્રેજીમાં 99 ગુણ મળ્યા છે. એક ટીવી ચેનલ સાથે વાત કરતા હંસિકાએ જણાવ્યુ કે તે આઈએએસ ઓફિસર બનવા ઈચ્છે છે. હંસિકાના પપ્પા રાજ્યસભા સચિવાલયમાં કામ કરે છે જ્યારે તેમની મા પ્રોફેસર છે. આ વખતે સીબીએસઈએ એક મહિનાની અંદર જ પરિણામ જાહેર કરી દીધુ છે, 4 એપ્રિલના રોજ 12માં ધોરણની પરીક્ષા થઈ હતી. 83.4% વિદ્યાર્થીઓએ 12માં ધોરણની પરીક્ષા પાસ કરી છે. 16 ઝોનમાં સૌથી ઉપર રીજન ત્રિવેન્દ્રમ 98.2% રહ્યુ. વળી, ચેન્નઈ રીજનનું પરિણામ 92.92% રહ્યુ. દિલ્લી રિજનના 91.78% વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી છે કે જે ત્રીજા નંબર પર રહ્યુ. કેન્દ્રીય વિદ્યાલયના 98.54% બાળકો જ્યારે સરકારી સ્કૂલોના 87% બાળકો પાસ થયા છે.

આ રીતે જોઈ શકો છો પોતાનુ પરિણામ

વિદ્યાર્થીઓ પોતાનો રોલ નંબર, સ્કૂલનું નામ, કેન્દ્રનું નામ, એડમિટ કાર્ડ આઈડી નાખીને પોતાનું પરિણામ જોઈ શકે છે. પોતાનું પરિણામ જોવા માટે તમે એડમિટ કાર્ડને પોતાની પાસે રાખો અને આ પ્રોસેસનું પાલન કરીને તમે ગુણ જોઈ શકો છો. આ માર્કશીટ તમારી પ્રોવિઝનલ માર્કશીટ તરીકે માન્ય ગણાશે. સીબીએસઈ મુજબ પુનઃમૂલ્યાંકનની પ્રક્રિયી સાથે જોડાયેલી માહિતી વહેલી તકે અધિકૃત વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. સીબીએસઈ બોર્ડ 12માંની પરીક્ષામાં આ વર્ષે વિદ્યાર્થિનીઓ પોતાનો ઝંડો લહેરાવ્યો છે. છાત્રાઓના પાસ ટકા આ વર્ષે 88.70 રહ્યા છે, વળી, 79.4 ટકા છાત્ર જ આ વર્ષે પાસ થઈ શક્યા છે. સીબીએસઈ દ્વારા જાહેર કરાયેલ પ્રેસનોટ મુજબ દેશભરમાં કુલ 13 લાખ છાત્ર છાત્રાઓએ સીબીએસઈ બોર્ડની 12માંની પરીક્ષા આપી હતી. સીબીએસઈ બોર્ડની પરીક્ષાનું પરિણામ રેકોર્ડ 28 દિવસની અંદર જાહેર કરવામાં આવ્યુ છે. 16 ફેબ્રુઆરીથી આ પરીક્ષા આયોજિત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં બીએસએફે શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરીઆ પણ વાંચોઃ ગુજરાતમાં બીએસએફે શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી

English summary
CBSE 12th Result 2019 Hansika Shukla and Karishma Arora have topped the CBSE Class 12 exams
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X