For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિદ્ધાર્થનો મૃતદેહ મળ્યા બાદ CCDના શેર ધડામ, રોકાણકારોના 2800 કરોડ ડૂબ્યા

સિદ્ધાર્થનો મૃતદેહ મળ્યા બાદ CCDના શેર ધડામ, રોકાણકારોના 2800 કરોડ ડૂબ્યા

|
Google Oneindia Gujarati News

બે દિવસથી લાપતા કેફે કૉફી ડેના ફાઉન્ડર વીજી સિદ્ધાર્થનો મૃતદેહ મળી ગયો છે. 36 કલાકની તલાશ બાદ બુધવારે સવારે દક્ષિણ કન્નડ જિલ્લાના નેત્રવતી નદીથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. જે બાદ સિદ્ધાર્થની લિસ્ટેડ કંપની કૉફી ડે એન્ટરપ્રાઈઝના શેર 20 ટકા તૂટ્યા. અગાઉ મંગળવારે સિદ્ધારથ લાપતા થયાના અહેવાલ આવ્યા હતા. આ અહેવાલ આવ્યા બાદના કારોબારી દિવસે પણ કંપનીના શેરમાં 20 ટકાનો કડાકો નોંધાયો હતો. જણાવી દઈએ કે એક કારોબારી દિવસમાં કોઈ કંપનીના શેર મહત્તમ 20 ટકા પડી શકે છે.

CCDના શેરમાં કડાકો

CCDના શેરમાં કડાકો

જણાવી દઈએ કે બુધવારે કારોબારમાં કૉફી ડે એન્ટરપ્રાઈઝના શેર 123.25 રૂપિયાના સ્તર પર આવી ગયા છે કંપનીના શેર 52 અઠવાડિયાના નિચલા સ્તર પર છે. અગાઉ મંગળવારે સિદ્ધાર્થ લાપતા થયા હોવાના અહેવાલ મીડિયામાં આવ્યા બાદ કંપનીના શેર 193 રૂપિયાથી 154.05 રૂપિયા પર આવી ગયા હતા.

બે દિવસમાં 2800 કરોડનો ઝાટકો

બે દિવસમાં 2800 કરોડનો ઝાટકો

હાલ કૉફી ડે એન્ટરપ્રાઈઝેઝના રોકાણકારોને 2800 કરોડ રૂપિયાથી વધુનો ઝાટકો લાગ્યો છે. માત્ર બે દિવસમાં કંપનીની માર્કેટ કેપમાં 2839 કરોડનો કડાકો નોંધાયો. સોમવારે કંપનીની માર્કેટ કેપ 5442.55 કરોડ રૂપિયા હતી જે બુધવારે 2603.68 કરોડ રૂપિયા થઈ ગઈ.

આવકવેરાના ટોર્ચરથી ત્રાસી ગયા હતા સિદ્ધાર્થઃ કોંગ્રેસ MLA આવકવેરાના ટોર્ચરથી ત્રાસી ગયા હતા સિદ્ધાર્થઃ કોંગ્રેસ MLA

તેમનો એક પત્ર સામે આવ્યો હતો

તેમનો એક પત્ર સામે આવ્યો હતો

જણાવી દઈએ કે કેફે કોફી ડેના માલિક અને પૂર્વ વિદેશ મંત્રી એસ એમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થ સોમવારે સાંજે લાપતા થયા હતા. રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ 29 જુલાઈએ મેંગ્લોરમાં આવી રહ્યા હતા અને આ દરમિયાન રસ્તામાં સાંજે 6.30 વાગ્યે ગાડીથી ઉતરી ગયા. જે બાદ તેઓ નેત્રાવતી નદી પર બનેલ પુલ પર ટહેલવા લાગ્યા. ટહેલતા ટહેલતા તેઓ લાપતા થઈ ગયા. સિદ્ધાર્થ લાપતા થયા બાદ તેમનો એક પત્ર સામે આવ્યો હતો જેમાં તેમણે દેવાંનો બોઝ અને મુશ્કેલ પરિસ્થિતિઓ સામે હાર માનવાની વાત લખી હતી.

English summary
ccd shares fall 20 precent after body of vg siddharth found
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X