For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી ઈવીએમ ઘ્વારા જ કરવામાં આવશે: મુખ્ય ચૂંટણી કમિશનર

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઈવીએમ મશીનોને બદલે બેલેટ પેપર ઘ્વારા ચૂંટણી કરાવવાનો સવાલ જ પેદા નથી થતો.

|
Google Oneindia Gujarati News

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઈવીએમ મશીનોને બદલે બેલેટ પેપર ઘ્વારા ચૂંટણી કરાવવાનો સવાલ જ પેદા નથી થતો. દિલ્હીના એક કાર્યક્રમમાં બોલતા તેમને જણાવ્યું કે અમે ઈવીએમ અને વિવિપેટ ઘ્વારા જ ભવિષ્યમાં ચૂંટણી કરાવીશુ. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ ઈવીએમ હેક કરીને તેમાં ગરબડી કરીને ચૂંટણી પ્રભાવિત કરવાના દાવા પર આવો જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો: કેવી રીતે હેક થઈ શકે છે EVM, લંડનમાં અમેરિકન એક્સપર્ટ્સ આપશે ડેમો

બધાને સાંભળવા માટે તૈયાર પરંતુ બેલેટ પેપર નહીં આવે

બધાને સાંભળવા માટે તૈયાર પરંતુ બેલેટ પેપર નહીં આવે

મુખ્ય ચૂંટણી કમિશનર ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઈવીએમ અને વિવિપેટ અંગે રાજનૈતિક દળો અથવા બીજા કોઈ પણ પક્ષ માટે આલોચના કરવા અથવા ફીડબેક આપવાના રસ્તા ખુલ્લા છે, તેઓ તેને જોશે પરંતુ કોઈ પણ હિસાબે પાછા બેલેટ પેપર પર નહીં જવામાં આવે. તેમને મશીનમાં કોઈ પણ પ્રકારની ગરબડીની વાત નકારી નાખી.

લંડનમાં ઈવીએમ હેક કરવાનો દાવો કરવામાં આવ્યો

લંડનમાં ઈવીએમ હેક કરવાનો દાવો કરવામાં આવ્યો

હાલમાં જ લંડનમાં પોતાને સાયબર એક્સપર્ટ કહેનાર સૈયદ સુઝાને દાવો કર્યો કે તેઓ ભારતમાં ઈવીએમ ડિઝાઇન ટીમના સદસ્ય હતા અને ઘણી ચૂંટણીમાં મશીનોમાં ગરબડી કરવામાં આવી છે. આ વ્યક્તિએ ઘણા પત્રકારો સામે દાવો કર્યો કે વર્ષ 2014 લોકસભા ચૂંટણી દરમિયાન મશીનોમાં ગરબડી કરીને તેને ભાજપના પક્ષમાં કરવામાં આવી હતી.

આ એક્સપર્ટે લંડનમાં જે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી તેમાં કોંગ્રેસ સાંસદ કપિલ સિબ્બલ પણ હાજર હતા. બીજી બાજુ ભારતીય ચૂંટણી પંચે આ દાવાને નકારી નાખ્યો છે. ચૂંટણી આયોગે સૈયદ સુઝા સામે એફઆઈઆર પણ નોંધાવી છે.

વિપક્ષ બેલેટ પેપર પાછું લાવવા માટે કહી રહ્યું છે

વિપક્ષ બેલેટ પેપર પાછું લાવવા માટે કહી રહ્યું છે

ભાજપને છોડીને ભારતીય રાજનીતિના ઘણા દળો છેલ્લા કેટલાક સમયથી સતત માંગ કરી રહ્યા છે કે ચૂંટણી ઈવીએમ નહીં પરંતુ બેલેટ પેપર ઘ્વારા કરાવવામાં આવે. લંડનમાં એક્સપર્ટ ઘ્વારા કરવામાં આવેલા દાવાને કારણે વિપક્ષી દળોમાં ફરી બેલેટ પેપર ની માંગ ઉઠી છે. સપા, બસપા અને કોંગ્રેસ સહીત ઘણા દળો ઈવીએમ મશીન પર શંકા વ્યક્ત કરી ચુક્યા છે.

English summary
CEC Sunil Arora says will continue to use EVMs VVPAT 2019 loksabha elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X