For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડિજિટલ મીડિયા પત્રકાર પર મણિપુર ડીએમની કાર્યવાહીને કેન્દ્રએ ગણાવ્યુ અતિક્રમણ

મણિપુરમાં એક ડિજિટલ મીડિયા પત્રકાર સામે કરવામાં આવેલ કાર્યવાહીમાં સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે હસ્તક્ષેપ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ઈમ્ફાલઃ ડિજિટલ મીડિયા પ્લેટફૉર્મ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ દિશાનિર્દેશોના થોડા સમય બાદ મણિપુરમાં એક ડિજિટલ મીડિયા પત્રકાર સામે કરવામાં આવેલ કાર્યવાહીમાં સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે એમ કહીને હસ્તક્ષેપ કર્યો છે કે જાહેર કરાયેલ દિશા નિર્દેશો હેઠળ રાજ્યોને કાર્યવાહી કરવાનો અધિકાર આપવામાં આવ્યો નથી.

prakash javdekar

શું હતો સમગ્ર મામલો

વાસ્તવમાં સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ અને ઓટીટી પ્લેટફૉર્મ માટે કેન્દ્ર સરકારે હાલમાં જ અમુક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ નિયમો હેઠળ મણિપુરના એક જિલ્લા અધિકારીએ એક પત્રકારને નોટિસ મોકલી જેમાં સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે હસ્તક્ષેપ કર્યો અને તેને અતિક્રમણ ગણાવ્યુ. જેના થોડા સમય બાદ આ નોટિસને પાછી લઈ લીધી. કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરેએ આ બાબતે મણિપુરના મુખ્ય સચિવ રાજેશ કુમારને પત્ર લખ્યો જેમાં ઈમ્ફાલ વેસ્ટના ડીએમ નોઆરામા પ્રવીણ સિંહ અને ખન્નાસી નીનાસીના પ્રકાશકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રને 1 માર્ચે મણિપુરના મુખ્ય સચિવને મોકલવામાં આવ્યો.

પત્રમાં મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે જિલ્લા મેજિસ્ટ્રેટે ખન્નાી નીનાસીના પ્રકાશકને એ માનદંડોને સાબિત કરવા માટે કહ્યુ હતુ જે વેબ પત્રકારો માટે પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટની નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અનુપાલન ન કરવાની સ્થિતિમાં કાર્યવાહી કરવામાં આવશે. ખરેએ પત્રમાં આગળ કહ્યુ કે સૂચના પ્રૌદ્યોગિકી નિયમ 2021ને સૂચના પ્રોદ્યોગિકી અધિનિયમ 2021 હેઠળ 25 ફેબ્રુઆરીએ બનાવવામાં આવ્યુ હતુ. આ નિયમો હેઠળ રાજ્ય સરકારના અધિકારીઓને કોઈ પ્રકારની કાર્યવાહી કરવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. પત્રમાં આગળ કહેવામાં આવ્યુ કે પ્રકાશકને આપેલ નોટિસને તરત જ પાછી લેવી પડશે. આ પત્રમાં આગળ કહેવામાં આવ્યુ કે આ સંપૂર્ણપણે અતિક્રમણનો મામલો છે.

તાંડવ સીરિઝઃ બેકફૂટ પર એમેઝોન પ્રાઈમ, માંગી બિનશરતી માફીતાંડવ સીરિઝઃ બેકફૂટ પર એમેઝોન પ્રાઈમ, માંગી બિનશરતી માફી

English summary
Center says violation of action taken on digital media journalist by Manipur DM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X