For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના મૃતકોના પરિવારજનોને વળતર આપવા મામલે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ્યો વધુ 4 સપ્તાહનો સમય

દેશમાં કોરોનાથી જે લોકોના મોત થયા છે તેમના પરિવારજનોને વળતર આપવા માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસે ચાર સપ્તાહનો સમય માંગ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાથી જે લોકોના મોત થયા છે તેમના પરિવારજનોને વળતર આપવા માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસે ચાર સપ્તાહનો સમય માંગ્યો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યા હતા કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી કોરોનાથી મરનાર લોકોના પરિવારજનોને વળતર આપવા માટે ગાઈડલાઈન તૈયાર કરે. ત્યારબાદ કેન્દ્ર સરકારે વધુ ચાર સપ્તાહનો સમય માંગ્યો છે. 30 જૂને પોતાના ચુકાદામાં કોર્ટે એનડીએમએને નિર્દેશ આપ્યા હતા કે છ સપ્તાહમાં કોરોના મૃતકોના પરિવારજનોને વળતર આપવાની ગાઈડલાઈન તૈયાર કરે.

corona

કેન્દ્રએ પોતાની અરજીમાં કહ્યુ કે એનડીએમએ એ બાબતે કામ કરી રહ્યુ છે અને સક્રિય રીતે એડવાન્સ સ્તરે પહોંચી ગયુ છે પરંતુ ઉંડી તપાસ માટે તેને થોડા સમયની જરૂર છે. એડવોકેટ રજત નાયરે કહ્યુ કે કેન્દ્ર સરકાર સમ્માનપૂર્વક એ જણાવવા માંગે છે કે તે કોરોનાથી મરનારના પરિવારજનોને વળતર આપવા માટે ગાઈડલાઈન તૈયાર કરી રહી છે. તેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટન કલમ 12 હેઠલ તૈયાર કરવામાં આવી રહી છે.

આ કામ ઝડપથી કરવામાં આવી રહ્યુ છે અને તે એડવાન્સ સ્ટેજ પર છે માટે અમે આની ઉંડી તપાસ માટે અને નિયમોને તૈયાર કરવા તેને લાગુ કરવા માટે થોડો વધુ સમય જોઈએ. ઉતાવળમાં કરવાથી તેના પરિણામ અપેક્ષાથી વિરુદ્ધ આવી શકે છે. આ સાથે કોર્ટે કેન્દ્રને અપીલ કરી કે તેને ગાઈડલાઈન તૈયાર કરવા માટે ચાર સપ્તાહનો વધુ સમય આપવામાં આવે.

English summary
Center seeks more 4 weeks from Supreme Court to make guidelines for ex gratia of covid victims.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X