For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

લગભગ 600 કરોડ રૂપિયાના પોન્જી સ્કેમ કેસના આરોપોનો સામનો કરી રહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ રાજ્યમંત્રી જનાર્દન રેડ્ડીની સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

લગભગ 600 કરોડ રૂપિયાના પોન્જી સ્કેમ કેસના આરોપોનો સામનો કરી રહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ રાજ્યમંત્રી જનાર્દન રેડ્ડીની સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તેમના પર મની લોન્ડરિંગ અને મુખ્ય આરોપીઓના પૈસાની ગેરકાનૂની રીતે લેવડ દેવળમાં મદદ કરવાનો આરોપ છે. આપને જણાવી દઈએ કે આ પહેલા કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડી શનિવારે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે પૂછપરછ માટે પહોંચ્યા હતા. જ્યાં તેમની મોડી રાત 2.30 વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી. એટલું જ નહીં પરંતુ તેમને આખી રાત વેટીંગ રૂમમાં બેસાડી રાખવામાં આવ્યા.

janardhan reddy

રેડ્ડી છેલ્લા ત્રણ દિવસ થી લાપતા હતા, પરંતુ શનિવારે તેમના વકીલો સાથે સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા. અગાઉ, તેમણે જણાવ્યું હતું કે તેમણે આ કેસની તપાસ પૂર્ણ કરવામાં સહાય કરશે કે, તેમણે કશું ખોટું કર્યું નથી. તેમના ભાગીદાર મહફૂઝની અલી ખાન ધરપકડ કરવામાં આવી છે. તેમણે પોલીસ અધિકારી ડેપ્યુટી કમિશનર તપાસ પહેલાં (CCB) એસ ગિરીશને હટાવવા માટે અપીલ કરી હતી.

આ પણ વાંચો: શિવરાજસિંહથી બમણી અમીર છે તેમની પત્ની, આ નેતાઓની પત્નીઓ પણ કમાણીમાં આગળ

ક્રાઈમ બ્રાંચના સી.પી. આલોકકુમારએ કહ્યું છે કે વિશ્વાસપાત્ર પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રેડ્ડીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: ફરી એકવાર કોંગ્રેસ માટે ચાણક્ય સાબિત થયા ડીકે શિવકુમાર

English summary
Central Crime Branch arrests G Janardhan Reddy in connection with Ambident Group alleged bribery case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X