For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી એકવાર કોંગ્રેસ માટે ચાણક્ય સાબિત થયા ડીકે શિવકુમાર

કર્ણાટક સરકારમાં મંત્રી ડીકે શિવકુમાર કોંગ્રેસ માટે ફરી એકવાર ચાણકય સાબિત થયા છે. ડીકે શિવકુમારે પોતાની મજબૂત ચુનાવી રણનીતિને કારણે ભાજપની મજબૂત સીટ પર જીત મેળવી છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટક સરકારમાં મંત્રી ડીકે શિવકુમાર કોંગ્રેસ માટે ફરી એકવાર ચાણકય સાબિત થયા છે. ડીકે શિવકુમારે પોતાની મજબૂત ચુનાવી રણનીતિને કારણે ભાજપની મજબૂત સીટ પર જીત મેળવી છે. ડીકે શિવકુમારે પોતાની રણનીતિને કારણે બેલ્લારી સીટ જેને વિપક્ષનું ગઢ માનવામાં આવે છે તેને જીતી લીધી છે. તેની સાથે સાથે તેમને રામનગર વિધાનસભા સીટ પર કોંગ્રેસને વિજયી બનાવીને પાર્ટીમાં પોતાનું કદ વધારે ઉંચુ અને મજબૂત કરી દીધું છે.

આ પણ વાંચો: કર્ણાટક પેટાચૂંટણી: સીએમ કુમારસ્વામી અને પત્ની અનિતાએ ઇતિહાસ રચ્યો

14 વર્ષ પછી બેલ્લારી સીટ પર કોંગ્રેસને જીત મળી

14 વર્ષ પછી બેલ્લારી સીટ પર કોંગ્રેસને જીત મળી

કર્ણાટક સરકારમાં મંત્રી ડીકે શિવકુમારે એવી ચાલ ચાલી કે ભાજપને કઈ પણ ખબર ના પડી. 14 વર્ષ પછી કોંગ્રેસ પાર્ટીએ આ સીટ પર જીત નોંધાવી છે. આ સીટ પર કોંગ્રેસ ઉમેદવારે 2.4 લાખ વોટોથી જીત મેળવી છે. આપને જણાવી દઈએ કે વર્ષ 1999 દરમિયાન સોનિયા ગાંધીએ અહીંથી ચૂંટણી લડી હતી ત્યારે તેને 56 હજાર વોટોથી જીત મેળવી હતી. પરંતુ આ વખતની જીતે સોનિયા ગાંધીની જીતને પણ પાછળ છોડી દીધી છે.

ચૂંટણીના બે દિવસ પહેલા ભાજપ ઉમેદવાર કોંગ્રેસમાં જોડાઈ ગયો

ચૂંટણીના બે દિવસ પહેલા ભાજપ ઉમેદવાર કોંગ્રેસમાં જોડાઈ ગયો

બેલ્લારીમાં પાર્ટીએ ઇતિહાસ રચ્યો જ હતો કે બીજી ખુશ ખબર રામનગર વિધાનસભા સીટથી આવી. અહીં ચૂંટણીના બે દિવસ પહેલા ભાજપનો ઉમેદવાર કોંગ્રેસમાં જોડાઈ ગયો. તેને કારણે જેડીએસ-કોંગ્રેસ ઉમેદવાર અનિતા કુમારસ્વામી ઘ્વારા શાનદાર જીત નોંધાવી. અહીં શિવકુમારના હસ્તક્ષેપનો કોઈ મતલબ ના હતો કારણકે ભાજપ ઉમેદવારની તુલનામાં અનિતા કુમારસ્વામી વધારે લોકપ્રિય હતી.

જવાબદારી પર ભારે હોમવર્ક કરે છે શિવકુમાર

જવાબદારી પર ભારે હોમવર્ક કરે છે શિવકુમાર

કોંગ્રેસની ચૂંટણી પ્રચાર કમિટીના મહાસચિવ મિલિન્દ ધર્મસેના અનુસાર ડીકે શિવકુમારને જે પણ જવાબદારી આપવામાં આવે છે તેના પર તેઓ ભારે હોમવર્ક કરે છે. તેઓ પાર્ટીની તાકાત અને કમજોરી સમજે છે ત્યારપછી તેઓ જવાબદારી આપે છે. બેલ્લારી સીટ પર પણ શિવકુમારે પાર્ટી કાર્યકર્તાઓ સાથે મળીને રણનીતિ બનવી અને સ્થાનીય નેતાઓને પોતાની સાથે લીધા અને જોરદાર જીત મેળવી.

English summary
Karnataka: DK Shivakumar proved that he is Chanakya of electoral management
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X