For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકારે પાણીના અધિકાર અંગે ખરડો તૈયાર કર્યો

|
Google Oneindia Gujarati News

right-to-water
નવી દિલ્હી, 26 જૂન : કેન્દ્રની યુપીએ સરકારે નાગરિકોને એક પછી એક અધિકાર આપીને વધારે સશક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. યુપીએ સરકારે અગાઉ શિક્ષણનો અધિકાર, ભોજનનો અધિકાર, માહિતીનો અધિકાર આપ્યા બાદ હવે નાગરિકોને પાણીનો અધિકાર આપવા માટે તૈયારી કરી છે.

આ માટે કેન્‍દ્ર સરકાર દરેકને પાણીનો અધિકાર ઉપલબ્‍ધ કરાવતાં એક મહત્‍વનાં ખરડા પર કાર્ય કરી રહી છે. જેનો ડ્રાફટ સોમવારે રજૂ કરવામાં આવ્‍યો હતો. નેશનલ વોટર ફ્રેમવર્ક બિલને દરેક નાગરિકને પાણીનો અધિકાર ઉપલબ્‍ધ કરાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્‍યું કે કેન્‍દ્રનો પ્રસ્‍તાવિત આ મહત્‍વનો ખરડો દરેકને રોજ ઓછામાં ઓછું 25 લીટર પાણી ઉપલબ્‍ધ કરાવવાની જોગવાઇ કરે છે.

દરેક નાગરિકને તેની રોજની જરૂરીયાતનું પાણી મળી રહે તે નિશ્ચિત કરવા સરકારે લોકોની રોજની પાણીની જરૂરિયાતનું પ્રમાણ અને તેની કિંમત આર્થિક ધોરણ અનુસાર નક્કી કરવામાં આવશે. આ ડ્રાફ્ટમાં એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે લોકોને ઉપલબ્‍ધ થવા પાત્ર પાણીની માત્રા રોજની 25 લીટરથી ઓછી ન હોવી જોઇએ. ડ્રાફટમાં જણાવ્‍યા મુજબ પાણીની માત્રા સંબંધિત સરકાર દ્વારા નક્કી થવી જોઇએ. લોકોને પાણીના અધિકારમાં કેન્‍દ્ર રાજ્‍ય સરકારોની જવાબદારી ફિક્‍સ કરવા માંગે છે.

English summary
Central government has prepared bill on right to water
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X