For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બફર સ્ટૉકથી રાજ્યોને 28 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી વેચશે કેન્દ્ર સરકાર

બફર સ્ટૉકથી રાજ્યોને 28 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી વેચશે કેન્દ્ર સરકાર

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્હી, મુંબઈ, ચંદીગઢ સહિત દેશભરના શહેરોમાં ડુંગળીના ભાવે સામાન્ય નાગરિકોને રડાવ્યા છે. ડુંગળી 80થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે. ડુંગળીની વધતી કિંમતોને નિયંત્રિત કરવા અને જમાખોરી રોકવા માટે કેન્દ્ર સરકારે આકરાં પગલાં ઉઠાવ્યાં છે. થોક વિક્રેતાઓ માટે ડુંગળીની સ્ટૉક લિમિટ 25 મેટ્રિક ટન અને છૂટક વેપારીઓ માટે 2 મેટ્રિક ટન નિર્ધારિત કરવામાં આવી છે. ઉપભોક્તા મામલાના મંત્રાલયના આંકડાઓ મુજબ 22 ઓક્ટોબરે મુંબઈમાં છૂટક ડુંગળીની કિંમત 86 રૂપિયા કિલો, ચેન્નઈમાં 83 રૂપિયા કિલો, કોલકાતામાં 70 રૂપિયા કિલો અને દિલ્હીમાં 55 રૂપિયા કિલો હતી.

onion price

કન્જ્યૂમર અફેર્સ વિભાગના પ્રધાન સચિવ લીના નંદને કહ્યું કે, ભાવ વધારા પર અંકુશ લગાવવા માટે અમે પ્રયત્નો તેજ કરી દીધા ચે. અમે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને છૂટક હસ્તક્ષેપ માટે બફર સ્ટૉકથી ડુંગળી લેવાનો અનુરોધ કર્યો છે. જેની સાથે જ અમે આજથી ડુંગળી સ્ટૉક કરવાની સીમા નક્કી કરી દેવામાં આવી છે. આના માટે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. હોલસેલર્સ માટે 25 મેટ્રિક ટન સ્ટૉક લિમિટ છે અને છૂટક વેપારીઓ માટે 2 મેટ્રિક ટન નિર્ધારિત કરવામાં આવ્યો છે.

ગુજરાતથી પહેલી વાર ટ્રેનમાં બાંગ્લાદેશ મોકલી ડુંગળી, ખેડૂતોને થશે મોટો ફાયદોગુજરાતથી પહેલી વાર ટ્રેનમાં બાંગ્લાદેશ મોકલી ડુંગળી, ખેડૂતોને થશે મોટો ફાયદો

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને તેમની જરૂરતના હિસાબે ડુંગળીની આપૂર્તિ કરી ચે. અત્યાર સુધી કિંમતો સ્થિર કરવા માટે 35 મેટ્રિક ટન ડુંગળી રાજ્યોને આપવામાં આવી ચૂકી છે. લીના નંદને કહ્યું કે એક દેશ તરીકે ડુંગળીનો મોટો ઉપભોક્તા છે. કેટલાક સાવચેતીપૂર્ણ ડુંગળીના ઉત્પાદનને લઈને ઉઠાવવામાં આવ્યા ચે, પરંતુ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી ડુંગળીની કિંમતોમાં તુલનાત્મક વધારો નોંધાયો છે.

English summary
central government to sell onion at 28 rupee per KG to states from buffer stock
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X