તહેવારોની સિઝનને લઈને કેન્દ્ર સરકારની ચેતવણી, લોન્ચ કર્યું 'મિશન 100 દિવસ' અભિયાન શરૂ કર્યું

કેન્દ્ર સરકાર તહેવારોની સિઝનમાં કોરોના વાયરસના વધતા જતા કેસને લઈને સતર્ક થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે તહેવારોની સિઝનમાં કોવિડ 19 સંક્રમણના ફેલાવાને નિયંત્રિત કરવા માટે 'મિશન 100 દિવસ' નામનું અભિયાન શરૂ કર્યું છે.

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર તહેવારોની સિઝનમાં કોરોના વાયરસના વધતા જતા કેસને લઈને સતર્ક થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે તહેવારોની સિઝનમાં કોવિડ 19 સંક્રમણના ફેલાવાને નિયંત્રિત કરવા માટે 'મિશન 100 દિવસ' નામનું અભિયાન શરૂ કર્યું છે. ઓક્ટોબરથી શરૂ થયેલી ત્રણ મહિનાની તહેવારની સિઝનમાં કોરોના મહામારીના કેસ ફરી વધી શકે છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના પ્રોટોકોલનું પાલન કરીને તહેવાર ઉજવવા અપીલ કરી છે.

Covid 19

સરકારી આંકડા મુજબ રવિવારના રોજ (10 ઓક્ટોબર) 230,971 સક્રિય કેસ હતા. નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 34 જિલ્લાઓ હજૂ પણ ઓછામાં ઓછા 10 ટકાના સાપ્તાહિક દરનો અહેવાલ આપે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર જો સાપ્તાહિક સકારાત્મકતા દર 5 ટકા કે તેનાથી ઓછો હોય, તો જ કોરોનાને અમુક અંશે નિયંત્રણમાં ગણી શકાય.

આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને પણ કહેવામાં આવ્યું છે કે, લોકોમાં જાગૃતિ આવે જેથી તે સામૂહિક પ્રયાસ બની શકે. ખાસ કરીને તહેવારોની સિઝનમાં કારણ કે તહેવારો બાદ કોરોનાના નવા કેસમાં હંમેશા વધારો જોવા મળે છે.

કેન્દ્ર સરકારના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "આ વર્ષ તહેવારની સિઝનમાં કોરોનાથી સુરક્ષિત બહાર નીકળવાનો છે. જેનો અર્થ છે કે, લોકો કોવિડ 19ના સંક્રમણને રોકવા માટે મોટા પ્રમાણમાં ઓનલાઇન થઈ રહ્યા છે. તેની ઉજવણી કરો. અમે રાજ્યોને અપીલ કરીએ છીએ કે, આગામી 100 દિવસો દરમિયાન વધારે સાવચેત રહો અને ખાતરી કરો કે તહેવાર માત્ર કોવિડ ગાઇડલાઇન હેઠળ ઉજવવામાં આવે. તો જ આપણે દેશને કોરોનાના કેસ વધતા અટકાવી શકીશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X