For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતોના દેવા માફ કરવા પર જેટલી અને RBI કહ્યું આ...

ખેડૂતોના દેવા માફ કરવા પર નાણાં પ્રધાન અરુણ જેટલી અને આરબીઆઇએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું તેમને અહીં.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા તમામ મોટા ખેતી પ્રધાન રાજ્યોના ખેડૂતો હાલ આંદોલન કરી રહ્યા છે. અને માંગણી કરી રહ્યા છે કે તેમની પર જે દેવા છે તેને માફ કરવામાં આવે અને તેમની આ અંગે સરકાર આર્થિક સહાય આપે. ત્યારે ખેડૂતોને સહાય આપવા માટે હવે રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકાર તરફ આશ લગાવી છે અને આર્થિક મદદની વાત કરી છે. ત્યારે આ તમામની વચ્ચે આરબીઆઇ અને નાણાં મંત્રી અરુણ જેટલીના નિવેદન આવ્યા છે. નાણાં પ્રધાન અરુણ જેટલીનું કહેવું છે ખેડૂતાના દેવું ચૂકવવા માટે કેન્દ્ર રાજ્ય સરકારની કોઇ પણ મદદ નહીં કરી શકે. આ માટેનો ખર્ચ રાજ્ય સરકારે પોતે જ ઉચકવો પડશે. ઉલ્લેખનીય છે કે રવિવારે જ મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરી હતી.

arun jaitely

તો બીજી તરફ ખેડૂતાના દેવા માફ કરવા પર પ્રમુખ અર્થશાસ્ત્રી અને આરબીઆઇના બોર્ડ નિર્દેશક રાજીવ કુમારે કહ્યું છે કે ખેડૂતોના દેવાની માફી આર્થિક રીતે રાજ્યો માટે ભારે નુક્શાનકારક સાબિત થઇ શકે છે. ખાસ કરીને જીએસટીની અનિશ્ચિતતા અને વિજય ક્ષેત્રે ઉદય જેવી યોજના દ્વારા રાજ્યો પહેલાથી 4.50 લાખ કરોડનું દેવું પોતાના માથે લઇ ચૂકી છે. તેના આ નવો ભાર તેની મુશ્કેલી વધારશે તે વાતમાં કોઇ બે મત નથી. તો બીજી તરફ મોદી સરકાર ચૂંટણી પ્રચાર વખતે ખેડૂતોના દેવા માફીની વાતો કરી ચૂકી છે પણ હકીકતમાં આ નિર્ણય લેવા એટલા પણ સરળ સાબિત નહીં થાય.

English summary
Central Govt not give money to states for agricultural and loan waiver said Arun Jaitley.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X