For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SCમાં CAAનો સરકારે કર્યો બચાવ, કહ્યુઃ આમાં મૌલિક અધિકારોનુ હનન નથી

CAA કાયદાનો બચાવ કરીને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 129 પાનાનુ શપથ પત્ર જમા કરાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

CAA કાયદાનો બચાવ કરીને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 129 પાનાનુ શપથ પત્ર જમા કરાવ્યુ છે. તે શપથ પત્ર સીએએની સંભવિત ન્યાયિક સમીક્ષાના વિરોધમાં ફાઈલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકરા તરફથી તર્ક આપવામાં આવ્યો છે કે આ કાયદા હેઠળ કોઈ પણ ભારતીય નાગરિકની નાગરિકતા પર અસર નહિ પડે. સાથે જ સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે આ કાયદાની ન્યાયિક સમીક્ષાની સીમા બહુ ઓછી છે કારણકે નાગરિકતા અને આપ્રવાસનનો મુદ્દો સંપ્રભૂ સરકારના કાર્યકારી ક્ષેત્રનો વિષય છે.

CAA

તમને જણાવી દઈએ કે કાયદાને સંસદમાં ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પાસ કરવામાં આવ્યો છે અને પરંતુ હજુ સુધી તેને લાગુ કરવામાં આવી શકાયો નથી કારણકે દેશભરમાં આના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યુ છે. લોકો આને ભેદભાવવાળો કાયદો ગણાવી રહ્યા છે. સીએએ કાયદા હેઠળ હિંદુ, સીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન અને પારસી ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. શરત એ છે કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના એ જ નાગરિકોને નાગરિકતા આપવામાં આવશે જેમનુ તેમના દેશમાં ધર્મના આધારે શોષણ કરવામાં આવ્યુ છે. આ કાયદામાં આ ત્રણે દેશોના મુસલમાનોને અલગ રાખવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા નાગરિકતા સુધારા કાયદા પર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ હતુ કે મને કોઈ પણ દેશ એવો જણાવો જે કહેતો હોય કે દુનિયાના દરેક વ્યક્તિનુ ત્યાં સ્વાગત છે. જયશંકરે કહ્યુ કે દરેક જણ જો નાગરિકતાને જોતા હોય તો તેનો એક સંદર્ભ અને માનક હોય છે. મને એક પણ એવો દેશ બતાવો જે કહેતો હોય કે વિશ્વના દરેક વ્યક્તિનુ ત્યાં સ્વાગત છે. એવુ કોઈ નથી કહેતુ.

આ પણ વાંચોઃ કોવિડ 19ના કહેર વચ્ચે વાયરલ થયુ શાહરુખ ખાનના ગીત પર બનેલુ કોરોના સોંગઆ પણ વાંચોઃ કોવિડ 19ના કહેર વચ્ચે વાયરલ થયુ શાહરુખ ખાનના ગીત પર બનેલુ કોરોના સોંગ

English summary
Centre files affidavit on CAA in Supreme court says it may not be within scope of judicial review.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X