For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રઃ કોરોના પર સરકારી પુષ્ટિ વિના સમાચાર પ્રકાશિત ન કરે મીડિયા

કેન્દ્ર સરકારે માંગ કરી છે કે તે કોરોના વિશે મીડિયા દ્વારા કરવામાં આવી રહેલ કવરેજ વિશે દિશા-નિર્દેશ જારી કરે.

|
Google Oneindia Gujarati News

સુપ્રિમ કોર્ટે કોરોના મામલે ફેક ન્યૂઝ ફેલાવનારા સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. વળી, કેન્દ્ર સરકારે માંગ કરી છે કે તે કોરોના વિશે મીડિયા દ્વારા કરવામાં આવી રહેલ કવરેજ વિશે દિશા-નિર્દેશ જારી કરે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ ન્યાયાલયને એક નિર્દેશ માંગ્યા છે કે કોઈ પણ મીડિયા આઉટલેટ દ્વારા અપાયેલ મિકેનિઝમથી તથ્યોની પુષ્ટિ કર્યા વિના કોવિડ-19 પર કંઈ પણ પ્રિન્ટ, પ્રકાશિત કે પ્રસારિત ન કરે.

SC

ગૃહ સચિવ અજય ભલ્લા IAS દ્વારા આપવામાં આવેલ સ્ટેટસ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સંક્રામક બિમારીની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, જેની સામે આખી દુનિયા સંઘર્ષ કરી રહી છે, એવા રિપોર્ટિંગના આધાર સમાજના કોઈ પણ વર્ગની પ્રતિક્રિયા માત્ર સ્થિતિ માટે હાનિકારક જ નહિ પરંતુ આખા દેશને નુકશાન પહોંચાડશે. એટલા માટે આ ન્યાયના સૌથી મોટા હિતમાં છે કે જ્યારે આ અદાલતે જાણવાજોગ લીધુ છે, આ આ અદાલત એક દિશાનિર્દેશ જારી કરીને કૃપા કરે કે કોઈ પણ ઈલેક્ટ્રોનિક, પ્રિન્ટ મીડિયા, વેબ પોર્ટલ કે સોશિયલ મીડિયા કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલ મિકેનિઝમ પાસે યોગ્ય તથ્યાત્મક સ્થિતિની પહેલેથી ખરાઈ કર્યા વિના કંઈ પણ પ્રિન્ટ કે પ્રકાશિત કે પ્રસારિત નહિ કરે.

જો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ 2005 હેઠળ ડરનો માહોલ બનાવવો એક ગુનો છે, જેનાથી સમાજમાં ગભરાટ પેદા થાય છે, કેન્દ્રએ કહ્યુ કે મોટી અદાલત પાસેથી યોગ્ય દિશા નિર્દેશ કોઈ પણ સંભવિત અને અપરિહાર્ય પરિણામથી દેશની રક્ષા કરશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે અને ન્યાયમૂર્તિ એલએન રાવની પીઠે એ પણ નિર્દેશ આપ્યા કે એ સુનિશ્ચિત કરવા માટે વિશેષજ્ઞોનીએક ઉચ્ચ સ્તરીય સમિચિન રચના કરવામાં આવે કે નાગરિકો વચ્ચે કોવિડ-19ની જાગૃતિ વ્યાપક અને તથ્યાત્મક હોય અને એક પોર્ટલ દ્વારા સવાલોના જવાબ આપવામાં આવે.

પીઠે આ તથ્ય પર ધ્યાન આપ્યુ કે જેમ જેમ ગરમી આવી રહી છે, આશ્રય ઘરોમાં પાણી, ભોજન અને પૂરતી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જોઈએ. આને જોતા કે કોરોના વાયરસના પ્રસારથી વધુ ભય જીવનને નષ્ટ કરી દેશે, મુખ્ય ન્યાયાથીશે નિર્દેશ આપ્યા કે કેન્દ્રએ એ બધા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવી જોઈએ જે નકલી સમાચાર ફેલાવે છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસ લૉકડાઉનઃ ત્રણ મહિના સુધી એકેય સરકારી બેંક EMI નહિ વસૂલેઆ પણ વાંચોઃ કોરોના વાયરસ લૉકડાઉનઃ ત્રણ મહિના સુધી એકેય સરકારી બેંક EMI નહિ વસૂલે

English summary
Centre govt seeks Supreme Court directive to media on publication of coronavirus related news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X