રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજુ 1 કરોડ વેક્સીનનો સ્ટૉક ઉપલબ્ધઃ કેન્દ્ર
મંગળવારે આરોગ્ય મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યુ કે હજુ રાજ્યો પાસે 1 કરોડ વેક્સીનનો સ્ટૉક બચ્યો છે.
નવી દિલ્લીઃ મંગળવારે આરોગ્ય મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યુ કે હજુ રાજ્યો પાસે 1 કરોડ વેક્સીનનો સ્ટૉક બચ્યો છે. આ ઉપરાંત આગલા 3 દિવસમાં 80 લાખ વધુ વેક્સીન ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. આરોગ્ય મંત્રાલય અનુસાર સૌથી વધુ કોરોના વેક્સીનનો ડોઝ (10 લાખ) ઉત્તર પ્રદેશ પાસે ઉપલબ્ધ છે. ત્યારબાદ મહારાષ્ટ્ર(9 લાખ) અને બિહાર(7.50 લાખ) બીજા અને ત્રીજા સ્થાને છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 1.4 કરોડ લોકોને રસી લગાવવામાં આવી ચૂકી છે. રાજસ્થાનમાં 1.3 કરોડ, ઉત્તર પ્રદેશમાં 1.23 કરોડ અને ગુજરાતમાં 1.21 કરોડ લોકોને કોરોના વાયરસની રસી લગાવવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, અરુણાચલ પ્રદેશ, ગોવા, હિમાચલ પ્રદેશ, કેરળ, મિઝોરમ, ઓરિસ્સા એવા રાજ્યો છે જ્યાંથી વેક્સીનની કમીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
વળી, દેશમાં મંગળવાર સુધી 14.5 કરોડ લોકોને કોવિડની વેક્સીન આપવામાં આવી ચૂકી છે જેમાં 93,24,770 આરોગ્યકર્મી જેમને કોરોનાનો પહેલો ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે. જ્યારે 60,60,718 આરોગ્યકર્મીઓને કોરોનાનો બીજો ડોઝ પણ લગાવવામાં આવી ચૂક્યો છે. આ ઉપરાંત 1,21,10,258 ફ્રંટલાઈન વર્કરોને કોરોનાનો પહેલો જ્યારે 64,25,992 ફ્રંટલાઈન વર્કરોને કોરોનાનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર 4,93,48,238 લાભાર્થી 45 વર્ષથી 60 વર્ષની ઉંમરના છે જેને કોરોનાનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જ્યારે 45થી 60 વર્ષની ઉંમરના 26,92,376 લાભાર્થી એવા છે જેમને કોરોનાનો બીજો ડોઝ પણ આપવામાં આવી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં 30 લાખ 10 હજાર લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી ચૂકી છે. 22,797 સત્રોમાં 19,73,778 લોકોને કોરોનાનો પહેલો ડોઝ આપવામાં આવ્યો જ્યારે 12,00,910 લોકોને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો.












Click it and Unblock the Notifications
