30 જૂનથી ફરજિયાત થઇ જશે આધાર કાર્ડ: કેન્દ્ર સરકાર

Posted By:
Subscribe to Oneindia News

સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધારને ફરજિયાત બનાવવાની માંગણી કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ અંગે સ્પષ્ટતા આપતા સુપ્રિમ કોર્ટમાં કહ્યું છે કે 30 જૂનથી આધાર કાર્ડ અનિવાર્ય થઇ જશે. અને સરકાર તેની ડેડલાઇન હજી આગળ વધારવા ના ઇચ્છતી હોય તેવું લાગી રહ્યું છે. તેવા સમયે કોઇ પણ સમાજ કલ્યાણ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ ઉઠાવવા માટે કે પછી અન્ય કેસમાં આધાર ફરજીયાત થઇ જશે.

supreme court

એર્ટોની જનરલ મુકુલ રોહતગીએ જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ નવીન સિંહાને જણાવ્યું કે કલ્યાણકારી યોજનાઓમાં આધાર ફરજિયાત કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે યોગ્ય વ્યક્તિ જેને આ યોજનાઓની ખરેખરમાં જરૂર છે તે તેનો લાભ લઇ શકે. સાથે જ તેમણે જણાવ્યું કે તેવા અનેક કિસ્સા થયા છે જેમાં જરૂરિયાતમંદ વ્યક્તિને તેનો ફાયદો ના મળ્યો હોય. આવી સ્થિતિમાં તેમણે આ અંગે ડેડલાઇન વધારવાની ના પાડી.

બીજી તરફ તેમણે કેન્દ્ર સરકારને આ મામલે દાખલ થયેલી તમામ અરજીઓ પર એક સાથે જ 27 જૂને પોતાનો નિર્ણય સંભળાવશે. સુપ્રીમ કોર્ટે સાથે જ તે પણ સ્પષ્ટતા આપી કે આ મામલે તમામ અરજીઓ એક જેવી હોવાથી તે તમામ પર સાથે જ નિર્ણય રજૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

English summary
Center says to SC, Can not extend deadline for mandatory linking of Aadhar with schemes.
Please Wait while comments are loading...