For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMC બેંક સ્કેમમાં HDIL કંપનીના ચેરમેનની ધરપકડ

PMC બેંક સ્કેમમાં HDIL કંપનીના ચેરમેનની ધરપકડ

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ આર્થિક અપરાધ શાખાએ એચડીઆઈએલના એક્ઝીક્યૂટિવ ચેરમેન રાકેશ કુમાર વાધવાન અને વાઈસ ચેરમેન સારંગ કુમાર વાધવાનની ગુરુવારે ધરપકડ કરી. પીએમસી બેંક કૌભાંડ મામલે આ પહેલી ધરપકડ થઈ છે. અગાઉ 26 સપ્ટેમ્બરે મુંબઈ પોલીસે બે ફરિયાદો મળ્યા બાદ કંપનીના ઉપાધ્યક્ષ અને પ્રબંધ નિદેશક સારંગ વધાવનને હાજર થવા માટે કહ્યું હતું. જણાવી દઈએ કે પીએમસી બેંકે પોતાની કુલ પૂંજીના 73 ટકા એકલી આ રિયલ એસ્ટેટ કંપનીને આપી દીધા હતા.

pmc

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ કાર્યવાહીના સાથે જ બંનેની 3500 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી લેવામાં આવી છે. રાકેશ કુમાર વાધવાન કંપનીના કાર્યકારી અધ્યક્ષ છે, જ્યારે સારંગ પ્રબંધકીય નિદેશક છે. સરકારે અગાઉ આ બંને વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી, જેથી આ બંને ભારતથી ભાગી ન શકે. પીએમસી બેંકને લોનમાં ડુબાડનાર 44 મોટા અકાઉન્ટોમાં 10 ખાતા આ કંપની અને વાધવાન સાથે જોડાયેલ છે. તે 10 ખાતામાંથી એક સારંગ વાધવાન અને બીજું રાકેશ વાધવાનનું અંગત ખાતું છે.

INX Media Case: પી ચિદમ્બરમની જ્યૂડિશિયલ કસ્ટડી 17 ઓક્ટોબર સુધી લંબાવાઈINX Media Case: પી ચિદમ્બરમની જ્યૂડિશિયલ કસ્ટડી 17 ઓક્ટોબર સુધી લંબાવાઈ

મુંબઈ પોલીસ પાસે નોંધાયેલ FIR મુજબ બેંકની લગભગ અડધી સંદિગ્ધ લોન રાકેશ અને સારંગ વાધવાનના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. સૂત્રો મુજબ તપાસકર્તાઓે ડર છે કે ક્યાંક આ રકમ મની લોન્ડ્રિંગ કરી કેટલાય તબક્કામાં પ્રમોટર પિતા-પુત્રના વિદેશી ખાતામાં ટ્રાન્સફરતો નથી કરવામાં આવી?

પીએમસી મામલામાં નોંધાયેલ FIR મુજબ થૉમસ સહિત કેટલાય બેંકિંગ એક્ઝિક્યૂટિવ્સની આખી જાણકારીમાં આ કરવામાં આવ્યું હતું. આવી રીતે બેંકે ડિફૉલ્ટિંગ બોરોઅર્સના અસલી બેંક અકાઉન્ટ છૂપાવ્યાં હતાં, જેડિપૉજિટર્સના હિત માટે નુકસાનકારક હતું.

English summary
Chairman of HDIL arrested in PMC Bank Scam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X