For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની સંભાવના, આ રાજ્યોમાં કરા પડી શકે

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 21 થી 27 જાન્યુઆરી દરમિયાન વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. 24 થી 26 જાન્યુઆરી સુધી બે દિવસ માટે આ રાજ્યોમાં ભારે બરફવર્ષા જોવા મળશે.

By Desk
|
Google Oneindia Gujarati News

હાલ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં શિયાળો જામ્યો છે. ઘણા રાજ્યોમાં ભારે ઠંડી સાથે ધુમ્મસ જોવા મળી રહ્યો છે. આ સિવાય પર્વતીય રાજ્યોમાં બરફવર્ષા થઈ રહી છે. હાલમાં જ હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ઠંડીનું જોર ઘટવાના સમાચાર આપ્યા હતા. આ સિવાય હવે હવામાન વિભાગે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે.

imd

ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ છે કે, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 21 થી 27 જાન્યુઆરી દરમિયાન વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. 24 થી 26 જાન્યુઆરી સુધી બે દિવસ માટે આ રાજ્યોમાં ભારે બરફવર્ષા જોવા મળશે.

આ સિવાય હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 24 જાન્યુઆરીએ કરા પડવાની સંભાવના પમ વ્યક્ત કરી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 23 જાન્યુઆરીએ છૂટોછવાયા કમોસમી વરસાદની પણ સંભાવના છે. આ સિવાય હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં પણ 24થી 27 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની સંભાવના છે.

20 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશના જાખો શિખર અને શિમલાના કુફરી સહિત કેટલાક વિસ્તારોમાં 20 જાન્યુઆરીએ બરફ વર્ષા જોવા મળી છે. કુલ્લુના જલોરી જોટ અને રોહતાંગ પાસમાં 60 અને 45 સેમીથી વધુ બરફ વરસ્યો છે. આ સિવાય મનાલીમાં 11 સેમી, કુફરીમાં 10 સેમી, ચૌધર અને દોદરકવારમાં 25 સેમી બરફ વર્ષા થઈ છે. બરફવર્ષાની સ્થિતી વચ્ચે સિમલામાં શિમલામાં 0.41 ડિગ્રી સેલ્સિયસ અને કુફરી અને ચંબામાં 0.41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, દિલ્હીના સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ વર્ષના આ સમય માટે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે. આગાહી અનુસાર, શનિવારે મહત્તમ તાપમાન 23 ડિગ્રી આસપાસ રહેશે અને દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે.

English summary
Chance of unseasonal rain between January 24 to 27, hail may occur in these states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X