For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘હું મતોથી ભાજપની નસબંધી કરાવી દઈશ', રાવણના ભાજપ સામે 5 ડાયલોગ

લગભગ 15 મહિના જેલમાં રહ્યા બાદ ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખર ઉર્ફે રાવણ બહાર આવી ગયા છે.

|
Google Oneindia Gujarati News

લગભગ 15 મહિના જેલમાં રહ્યા બાદ ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખર ઉર્ફે રાવણ બહાર આવી ગયા છે. તેમની મુક્તિ પાછળ ઉત્તરપ્રદેશના યોગી આદિત્યનાથ સરકારની ભલે ગમે તે ઈચ્છા હોય પરંતુ જેલમાંથી નીકળ્યા બાદ ચંદ્રશેખરે જે અંદાજમાં પોતાની વાત કહી તેનાથી સ્પષ્ટ થઈ ગયુ કે તેના નિશાના પર ભારતીય જનતા પાર્ટી રહેવાની છે. આવુ એટલા માટે કારણકે બહાર આવતા જ રાવણે મોટુ એલાન કરતા કહ્યુ કે અમે ત્યાં સુધી નહિ સૂઈએ ના સૂવા દઈશુ જ્યાં સુધી 2019 ની ગાદી પલટી ના દઈએ. બીજા એક નિવેદનમાં તેમણે કહ્યુ કે હું મતોથી ભાજપની નસબંધી કરાવી દઈશ. વાંચો, રાવણના એ 5 ડાયલોગ જે ભાજપની મુશ્કેલીઓ વધારી શકે છે...

‘અમારો એકમાત્ર ઉદ્દેશ ભાજપને હરાવવાનો છે'

‘અમારો એકમાત્ર ઉદ્દેશ ભાજપને હરાવવાનો છે'

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં જ્યારે ચંદ્રશેખર રાવણને પૂછવામાં આવ્યુ કે ભાજપ તેની મુક્તિનો ફાયદો ઉઠાવી શકે છે તો રાવણે કહ્યુ કે જ્યારે હું બહાર છુ અને જીવતો છુ, હું એવુ થવા નહિ દઉ. ચંદ્રશેખર રાવણે કહ્યુ કે અમારો એકમાત્ર ઉદ્દેશ ભાજપને હરાવવાનો છે. જે પણ આવુ કરી શકે છે એનુ અમે સમર્થન કરીશુ.

આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર કેમ શેર થઈ રહ્યા છે મુસ્લિમ ટોપીમાં પીએમ મોદીના ફોટાઆ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર કેમ શેર થઈ રહ્યા છે મુસ્લિમ ટોપીમાં પીએમ મોદીના ફોટા

રાવણ બોલ્યા - આ તો ઠાકુરોની સરકાર છે

રાવણ બોલ્યા - આ તો ઠાકુરોની સરકાર છે

યોગી આદિત્યનાથની સરકાર અંગે પૂછાયેલા સવાલ પર ચંદ્રશેખર રાવણે કહ્યુ કે આ તો ઠાકુરોની સરકાર છે. જો અમને દેખાશે કે મહાગઠબંધન નથી બની રહ્યુ તો અમે બસપા પર બીજા પક્ષોને એકસાથે આવવા માટે સામાજિક દબાણ કરીશુ. અમે રાજ્યભરમાં રેલીઓ કરીશુ. તેમણે કહ્યુ કે બધાએ એ સમજવુ જોઈએ કે ભાજપને હરાવવુ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

‘હું મતોથી ભાજપની નસબંધી કરી દઈશ'

‘હું મતોથી ભાજપની નસબંધી કરી દઈશ'

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં ચંદ્રશેખર રાવણે મોટી ટીપ્પણી કરતા કહ્યુ કે હું મતોથી ભાજપની નસબંધી કરી દઈશ. આ પહેલા ગુરુવારે રાતે અઢી વાગે જેલમાંથી છૂટતા જ રાવણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે અમારી કોશિશ એ હશે કે સરકાર તો બહુ દૂરની વાત વિપક્ષમાં પણ તેમને જગ્યા ન મળે.

‘અમે ના સૂઈશુ ના સૂવા દઈશુ, જ્યાં સુધી 2019 ની ગાદી ના પલટી દઈએ'

‘અમે ના સૂઈશુ ના સૂવા દઈશુ, જ્યાં સુધી 2019 ની ગાદી ના પલટી દઈએ'

ચંદ્રશેખર રાવણે કહ્યુ કે, ‘જે લોકો બહુજનની વાત કરે છે તેમણે ગઠબંધન કરવુ જોઈએ અને મજબૂતી સાથે લડવુ જોઈએ અને ભાજપની સત્તામાંથી ઉખાડી ફેંકવુ જોઈએ. બાકીની કસર ભીમ આર્મીવાળા પૂરી કરી દેશે. તમે એકદમ નક્કી કરી લો અને કમર કસી લો કે અમે ના સૂઈશુ કે ના સૂવા દઈશુ, જ્યાં સુધી 2019 ની ગાદી પલટી દઈએ.'

‘કોઈ સમ્માન નહિ કરાવુ જ્યાં સુધી ભાજપને સત્તામાંથી ઉખાડી ના દઉ'

‘કોઈ સમ્માન નહિ કરાવુ જ્યાં સુધી ભાજપને સત્તામાંથી ઉખાડી ના દઉ'

ચંદ્રશેખર રાવણે આગળ કહ્યુ, ‘કોઈ સ્વાગત સમારંભ કંઈ પણ નહિ થાય. જો કોઈના મનમાં હોય તો તે કાઢી નાખે. હું જેલમાંથી બહાર એટલા માટે આવ્યો છુ કારણકે આપણે કામ કરીશુ. મે એક વચન બિહારીગઢમાં આપ્યુ હતુ કે હું ત્યાં સુધી માળા નહિ પહેરુ જ્યાં સુધી સહારનપુરનાં જાતિગત શોષણની ઘટનાઓ ખતમ ના થઈ જાય. 4 ડિસેમ્બર 2016 ના દિવસે મે માળા પહેરી હતી, અને આજે હું ફરીથી વચન આપુ છુ કે ચંદ્રશેખર ત્યાં સુધી સમ્માન નહિ કરાવે જ્યાં સુધી તે ભાજપને સત્તાને ઉખાડી ના દે.'

આ પણ વાંચોઃ આ જોયા બાદ તમારી ફેવરેટ ચોકલેટ ખાતા પહેલા હજાર વાર વિચારશોઆ પણ વાંચોઃ આ જોયા બાદ તમારી ફેવરેટ ચોકલેટ ખાતા પહેલા હજાર વાર વિચારશો

English summary
Chandrashekhar Ravan five top Statements which may become headache for BJP in loksabha Election 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X