For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદ્રયાન 2: જાણો કેટલી છે ઈસરો ચીફ અને મિશન લીડર કે સિવનની સેલેરી

આવો આજે તમને જણાવીએ કે ઈસરોના ચીફ સિવન અને અહીં ઘણા મિશન માટે કામ કરી રહેલા બાકીના વૈજ્ઞાનિકોની સેલેરી કેટલી છે.

|
Google Oneindia Gujarati News

વિક્રમ લેંડરનો સંપર્ક ઈસરો સાથે તૂટ ગયો છે અને શનિવારે સવારે જ્યારે આ સમાચાર આવ્યા ત્યારબાદ ઘણા લોકો નિરાશ થઈ ગયા. સૌથી વધુ અફસોસ આ મિશનના લીડર અને ઈસરો ચીફ કે સિવનને થયુ. સિવને જાન્યુઆરી 2018માં ઈસરો ચીફની જવાબદારી સંભાળી હતા. ઈસરો ચીફ સિવન કે જે ચંદ્રયાન 2 સાથે એક નવી પ્રેરણા બની ગયા છે, શું તમે જાણો છો તેમને કેટલી સેલેરી મળે છે. આવો આજે તમને જણાવીએ કે ઈસરોના ચીફ સિવન અને અહીં ઘણા મિશન માટે કામ કરી રહેલા બાકીના વૈજ્ઞાનિકોની સેલેરી કેટલી છે.

ઈસરો ચીફનો આઈએએસ સમાન રેંક

ઈસરો ચીફનો આઈએએસ સમાન રેંક

ઈસરો ચીફ તરીકે કે સિવનને દર મહિને લગભગ 2.5 લાખ રૂપિયા સેલેરી મળે છે. ઈસરો ચીફને એક આઈએએસ કે આઈપીએસવાળો હોદ્દો મળે છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન એટલે કે ઈસરો છેલ્લા ઘણા દશકોથી દેશનું ગૌરવ બનેલુ છે. દુનિયાભરમાં તેની એક અલગ જ પ્રતિષ્ઠા છે. ચેરમેન અલગ ઈસરોના બાકીના વૈજ્ઞાનિકોને લગભગ 55,000 સેલેરીથી લઈને 90,000 સુધીની સેલેરી હોય છે. આ ઉપરાંત તેમના કામના કલાકો ભલે સવારે નવ વાગ્યાથી લઈને સાંજે વાગ્યા સુધીના હોય પરંતુ તેમણે આટલા સમયમાં ઘણા પડકારરૂપ મિશન તૈયાર કરવાના હોય છે.

ઘણી જવાબદારીઓ પૂરી કરે છે સિવન

ઘણી જવાબદારીઓ પૂરી કરે છે સિવન

ઈસરોના ચેરમેન કે સિવન પર સંગઠનની ઘણી મહત્વની જવાબદારીઓ છે. તેમને એ સુનિશ્ચિત કરવાનુ હોય છે કે દરેક વિભાગનુ કામકાજ યોગ્ય રીતે ચાલતુ રહે. સ્પેસ કમિશનની નીતિઓને લાગુ કરવા ઉપરાંત નાણાકીય અને પ્રશાસનિક જવાબદારીઓ પણ પૂરી કરવી સિવનનુ જ કામ છે. સરકાર તરફથી નક્કી બજેટમાં દરેક પ્રોજેક્ટને પૂરો કરવો તેમના માટે સૌથી મોટો પડકાર હોય છે.

આ પણ વાંચોઃ તમારુ ઓફિસમાં ચાલી રહ્યુ છે ચક્કર, તો થઈ શકે છે આ સાઈડ ઈફેક્ટઆ પણ વાંચોઃ તમારુ ઓફિસમાં ચાલી રહ્યુ છે ચક્કર, તો થઈ શકે છે આ સાઈડ ઈફેક્ટ

દરેક માહિતીનો રેકોર્ડ

દરેક માહિતીનો રેકોર્ડ

દરેક મિશનને સમયસર પૂરુ કરવુ અને નક્કી સુરક્ષા માપદંડો સાથે તેને આગળ વધારવાના ઉપાયો વિશે નક્કી કરવુ પણ ઈસરો ચીફની જવાબદારીઓનો ભાગ છે. દેશની સુરક્ષા સાથે જોડાયેલા દરેક રાઝને સુરક્ષિત રાખવા ઈસરો ચીફની સૌથી મોટી જવાબદારી છે. તેમણે આ ઉપરાંત એ માધ્યમો શોધવાના હોય છે જેના દ્વારા દેશ રિસર્ચ અને સંશોધનના ક્ષેત્રમાં મજબૂત બની શકે. પોતાના કાર્યકાળમાં દરેક મહત્વની માહિતીના રેકોર્ડ સુરક્ષિત રાખવા પણ તેમની જવાબદારીનો ભાગ છે.

જાન્યુઆરી 2018માં બન્યા ચીફ

જાન્યુઆરી 2018માં બન્યા ચીફ

ઈસરો ચીફ જ કોઈ સેટેલાઈટ લૉન્ચ સમયે દરેક મોટા અને સંવેદનશીલ નિર્ણયોનું એલાન કરી શકે છે. સિવને જાન્યુઆરી 2018માં ઈસરો ચીફનો જવાબદારી સંભાળી હતી. સિવન 104 સેટેલાઈટને એક સાથે અંતરિક્ષમાં મોકલવામાં પણ ઈસરોની મદદ કરી ચૂક્યા છે. ઈસરો ચીફ માને છે કે નિષ્ફળતાઓ બાદ પણ તમે એક સકારાત્મક વિચાર સાથે પડકારોનો સામનો કરી શકો છો.

English summary
Chandrayaan 2: How much salary ISRO chief K Sivan gets per month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X