ચંદ્રયાન 2 લેન્ડર વિક્રમથી માત્ર સંપર્ક જ ન્હોતો તૂટ્યો, જાણો બીજુ શું થયુ

ચંદ્રને સપાટીએ પહોંચ્યાના થોડા જ સમય પહેલા ઈસરોનો લેન્ડર વિક્રમથી સંપર્ક તૂટી ગયો હતો, જેનાથી કરોડો ભારતીય સહિત દુનિયાભરના લોકોનો ઉત્સાહ ફીકો પડી ગયો હતો.

ચંદ્રને સપાટીએ પહોંચ્યાના થોડા જ સમય પહેલા ઈસરોનો લેન્ડર વિક્રમથી સંપર્ક તૂટી ગયો હતો, જેનાથી કરોડો ભારતીય સહિત દુનિયાભરના લોકોનો ઉત્સાહ ફીકો પડી ગયો હતો. જો કે ધીમે-ધીમે આ અંગે વધુ જાણકારી સામે આવી રહી છે, જેનાથી લાગે છે કે લેંડર વિક્રમથી માત્ર સંપર્ક જ ન્હોતો તૂટ્યો, પણ તેના પરથી નિયંત્રણ પણ છૂટી ગયુ હતુ. લેંડરના ચંદ્ર પર ઉતરતા પહેલા નેવિગેશન ફેઝ અને ફાઈન બ્રેકિંગ ફેઝ વચ્ચે પણ એક સમસ્યા પેદા થઈ હતી. જેનાથી ભારત ચંદ્ર પર તિરંગો લહેરાવાથી ચૂકી ગયું. મહત્વની વાત તો એ છે કે એક દિવસ બાદ જ ઈસરોએ તેનો પત્તો લગાવી લીધો છે.

ઈસરોના ચીફને આ વાતનો હતો અણસાર

ઈસરોના ચીફને આ વાતનો હતો અણસાર

ઈસરોના ચેયરમેન કે.સિવને જ્યારે કહ્યુ હતુ કે ચંદ્રયાન-2 મિશનના લેન્ડિંગ વખતે વૈજ્ઞાનિક '15 મિનિટના આતંક'નો અનુભવ કરશે. અજાણ્યે જ તેઓ આ મિશનની ભવિષ્યવાણી કરી રહ્યા હતા. તેઓ મિશનની આ પળોને પહેલે જ વર્ણવી રહ્યા હતા. સંજોગોવસાત તેમની આ આશંકા શનિવારે હકીકતમાં ફેરવાઈ ગઈ. ડૉક્ટર સિવનને આ વાતનો અણસાર પહેલે જ આવી ગયો હતો, જેને ટાળવા માટે તેમણે પોતાનો તમામ અનુભવ લગાવી દીધો. કદાચ એટલે જ પ્રધાનમંત્રી મોદીની સામે તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા. કારણ કે આ '15 મિનિટના આતંક'ને મિશન ઝેલી લેતુ તો આજે રશિયા, અમેરિકા અને ચીન બાદ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત ચોથો દેશ બની જાત.

15 મિનિટનો આતંક

15 મિનિટનો આતંક

ચંદ્રની સપાટીએ વિક્રમ લેન્ડરના ઉતરાણની અંતિમ 15 મિનિટ સૌથી મહત્વની હતી. જેને ખૂબ કાળજીપૂર્વક સંપન્ન કરવાનું હતુ. જે સમયે વિક્રમ લેન્ડર ચંદ્રની 30 કિલોમીટરની ઉંચાઈએ 6,000 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ફરી રહ્યુ હતું. વૈજ્ઞાનિકોએઆ અંતિમ ક્ષણે સ્પેસક્રાફ્ટને ચંદ્રની સપાટી પર ઉતરવાની પ્રક્રિયાને 'ઓટોનોમસ પાવર્ડ ડિસેંટ'નું નામ આપ્યુ. કારણ કે આ સમયે વિક્રમમાં મુકેલ કોમ્પ્યુટર જ તેના પર નિયંત્રણ રાખી રહ્યુ હતુ. વિક્રમનું ચંદ્ર પર સોફ્ટ લેન્ડ અત્યંત જોખમી પ્રક્રિયા હતી. કારણ કે સ્પેસક્રાફ્ટના વેગને 6,000 કિમીની સ્પીડથી ઘટાડી લગભગ ઝીરો પર લાવવાની સાથે જ નિયંત્રણમાં રાખી ચંદ્રના સાઉથ પોલ પર નક્કી કરેલ જગ્યાએ તેને ઉતારવાનું હતુ.

લેંડરમાં સોફ્ટ લેંડિંગ માટે લગાવાયા હતા 5 એન્જીન

લેંડરમાં સોફ્ટ લેંડિંગ માટે લગાવાયા હતા 5 એન્જીન

સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયાને 3 ભાગમાં વહેંચવામાં આવી હતી. જેને અત્યંત વધુ સ્પીડથી લઈ ટચડાઉન સમયે ઝીરો સ્પીડ સુધીની ગતિ માટે ડિઝાઈન કરાયા હતા. માત્ર સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયાને પૂરીં કરવા માટે વિક્રમ લેન્ડરમાં 5 એન્જીન લગાવાયા હતા. પહેલો ફેઝ એટલે કે રફ બ્રેકિંગ ફેઝ તેણે સારી રીતે પૂરોં કર્યો. ગતિ ઓછી કરવા માટે લગાવાયે 5માંથી ચાર રૉકેટ કામ કરતા જોવા મળ્યા અને સ્પેસક્રાફ્ટની ઉંચાઈ પણ જરૂર પ્રમાણે ઓછી થઈ ગઈ હતી. 10 મિનિટ 20 સેકેન્ડ ખતમ થયા બાદ બધુ ધાર્યા અનુસાર સામાન્ય ગતિથી ચાલી રહ્યુ હતુ. વિક્રમની ગતિ ઘટી 22 કિલોમીટર પ્રતિ કલાક રહી ગઈ હતી અને તે ચંદ્રથી માત્ર 7 કિલોમિટરની ઉંચાઈ પર હતુ.

અહીંથી શરૂ થઈ સમસ્યા

અહીંથી શરૂ થઈ સમસ્યા

ખરી મુશ્કેલી સોફ્ટ લેન્ડિંન માટે બે મહત્વના ફેઝ વચ્ચે શરૂ થઈ હતી. આ ફેઝ પૂર્ણ નેવિગેશન ફેઝ અને ફાઈન બ્રેકિંગ ફેઝ. આ દરમિયાન લેન્ડરને 7 કિલોમીટરથી ઘટી આશરે 400 મીટરની ઉંચાઈ સુધી પહોંચાડવાની હતી અને તેમાં સોફ્ટ લેંડિંગ માટે લગાવેલા ચારે પગ ચંદ્રની સપાટી તરફ હોવા જોઈએ. જો કે આ સ્થિતિ સુધી પહોંચતા પહેલા જ 2.1 કિલોમીટરની ઉંચાઈએ જ મુશ્કેલી આવી. આ જ ક્ષણે લેંડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો અને કંઈક ખરાબ થયાના સંકેત જણાયા.

ઓન-બોર્ડ કોમ્પ્યુટરનું લેન્ડર પર નિયંત્રણ પણ તૂટ્યું

ઓન-બોર્ડ કોમ્પ્યુટરનું લેન્ડર પર નિયંત્રણ પણ તૂટ્યું

ઈસરોના વૈજ્ઞાનિકોએ આખરે મુશ્કેલી ક્યાં આવી તે માટે તમામ ડેટાનું અધ્યયન શરૂ કરી દીધુ છે. જો કે એ વાત તો નક્કી છે કે માત્ર સંપર્ક જ તૂટ્યો નથી, પણ ટર્મિનલ ફેઝમાં ચંદ્ર પર ઉતરતી વખતે ઓન-બોર્ડ કોમ્પ્યુટરનું લેન્ડરથી નિયંત્રણ ખોવાનું પણ છે. ઈન્ડિયા ટુડેની ખબરો પ્રમાણે કેટલાક વૈજ્ઞાનિકોને લાગે છે કે ડી-બૂસ્ટ સ્ટેજમાં શામેલ ચાર એન્જીનમાંથી એક કે તેથી વધુમાં ખામી સર્જાઈ છે. આ તમામ એન્જીન ખાસ પ્રકારના છે, જેને ખાસ લેન્ડિંગ પ્રક્રિયા માટે ફિટ કરાયા હતા. સૌથી મોટી વાત તો એ છે કે આ પ્રકારના એન્જીન ઈસરોએ પહેલી વાર ઉપયોગમાં લીધા છે. જેમાંના એક એન્જીનમાં પણ ખામી સર્જાઈ હશે તો તેનાથી લેન્ડરનું ઓન-બોર્ડ કમ્પ્યુટર સાથે સંપર્ક થઈ શકશે નહિં. ઉપરાંત જ્યાં સુધી સંપર્ક તૂટવાની વાત છે તો આ ઓવરહીટિંગ અને સિસ્ટરમાં ખરાબી આવવાથી પણ થઈ શકે છે, જેની તપાસમાં હાલ ઈસરોના વૈજ્ઞાનિકો લાગ્યા છે.

આ પણ વાંચો: ચંદ્રયાન 2: જાણો કેટલી છે ઈસરો ચીફ અને મિશન લીડર કે સિવનની સેલેરી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X