Chandrayaan 2: ચંદ્ર પર પ્રયોગના કામ શરુ, 3ડી મેપિંગ અને પાણીની માત્રા માપવાના કામમાં લાગ્યું ઓર્બિટ

Chandrayaan 2: ચંદ્ર પર પ્રયોગના કામ શરુ, 3ડી મેપિંગ અને પાણીની માત્રા માપવાના કામમાં લાગ્યું ઓર્બિટર

નવી દિલ્હીઃ ઈસરોએ ગુરુવારે કહ્યું કે ચંદ્રયાન-2નું ઓર્બિટર સારી રીતે કામ કરી રહ્યું છે અને હવે તેણે ચંદ્ર પર પ્રયોગો કરવા પણ શરૂ કરી દીધા છે. જણાવી દઈએ કે ઓર્બિટર પર 8 પેલોડ્સ હાજર છે, જે દ્વારા આગામી કેટલાય વર્ષો સધી ચંદ્રને લઈ પ્રયોગ કરવામાં આવશે. ગુડ ન્યૂજ એ છે કે આ કામ હવે શૂર થઈ ગયું છે. ઈસરોના પ્રમુખ સિવને અમદાવાદમાં આ જાણકારી આપી. આ દરમિયાન ઈસરો ચીફે એજન્સીની કેટલીક અન્ય મહત્વની યોજનાઓ પર ફોકસ કરવાની પણ જાણકારી આપી છે. જેમાં સૂર્ય પર એક પ્રોબ મિશન મોકલવા અને ભારતીય સ્પેસક્રાફ્ટમાં અંતરિક્ષમાં માણસને મોકલવા જેવી પરિયોજનાઓ પણ સામેલ છે. તેમણે એમ પણ જણાવ્યું કે ઈસરો નાના સેટેલાઈટ મોકલવા માટે રોકેટ બનાવવા પર પણ કામ કરી રહ્યું છે.

ચંદ્ર પર પ્રયોગ કરવામાં લાગ્યું ઑર્બિટર

ચંદ્ર પર પ્રયોગ કરવામાં લાગ્યું ઑર્બિટર

ઈસરોએ જણાવ્યું કે ચંદ્રયાન-2નું ઓર્બિટર ઉમ્મીદ હતી ઠીક એ દિશામાં કામ કરી રહ્યું છે. ઓર્બિટર પર વિવિધ પ્રકારના પ્રયોગો માટે કુલ 8 પેલોડ્સ અથવા વૈજ્ઞાનિક ઉપકરણ હાજર છે અને આ તમામ સારી રીતે કામ કરી રહ્યા છે. ઈસરો ચીફ સિવન મુજબ ચંદ્રયાન 2નું ઓર્બિટર સારી રીતે કામ કરી રહ્યું છે. તમામ પેલોડ્સનું ઓપરેશન શરૂ થઈ ગયું છે અને તે બહુ સારી રીતે કામ કરી રહ્યું છે. લેન્ડરથી અમને કોઈ સિગ્નલ નથી મળ્યું, પરંતુ ઓર્બિટર બહુ સારી રીતે કામ કરી રહ્યું છે. એક રાષ્ટ્રીય સ્તરની સમિતિ હવે આ વાતની તપાસ કરી રહી છે કે લેન્ડર સાથે હકિકતમાં શું સમસ્યા આવી ગઈ.

પાણીની માત્રા માપવા ઉપરાંત આ પ્રયોગો શરૂ

પાણીની માત્રા માપવા ઉપરાંત આ પ્રયોગો શરૂ

ઈસરો પાસેથી મળેલ જાણકારી મુજબ ઓર્બિટર આગામી સાત-સાડા સાત વર્ષ સુધી પોતાના પેલોડ્સ દ્વારા ચંદ્રની સપાટી પર કેટલાય પ્રકારના પરીક્ષણ કરશે. આ ચંદ્રની સપાટીનો નક્શો તૈયાર કરવો અને તેના વિકાસને લઈ સંકેત આપશે. એટલું જ નહિ ચદ્રમાની સપાટીનું 3ડી મેપિંગ તૈયાર કરવામાં પણ ઓર્બિટર મદદ કરશે. ઓર્બિટર એ પણ જાણશે કે ચંદ્ર પર મેગ્નીશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, કૈલ્શિયમ, ટાઈટેનિયમ, આયર્ન અને સોડિયમ જેવા પદાર્થ છે કે નહિ. ઓર્બિટરની સૌથી મોટી જવાબદારી એ પતો લગાવવું છે કે ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રમાં આઈસ્ડ વૉટરની અનુમાનિત માત્રા કેટલી છે. ઓર્બિટર આ તમામ પ્રોયગો સિવાય બાકી કેટલાય પ્રયોગો પણ આગામી કેટલાક વર્ષો સુધી કરતો રહેશે. પહેલા આના માટે એક વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યું હતું, પરંતુ મંગલયાનના ઓર્બિટરની જેમ આનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પહેલા માર્સ ઓર્બિટરનો સમયગાળો માત્ર 6 મહિનાનો હતો, જે હજુ પણ સક્રિય છે.

લેન્ડરથી સંપર્ક ટૂટી ગયો હતો

લેન્ડરથી સંપર્ક ટૂટી ગયો હતો

ઈસરો તરફથી નિરાશા બાદ આ ઉમ્મીદ વાળા સમાચાર આવ્યા છે, જ્યારે ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમથી સંપર્ક ટૂટી ગયો હતો અને હવે તે બાદ હવે ચંદ્રની લાંબી અંધારી રાતોમાં ગુમ થઈ ગયું છે. તેના પર હાજર 6 પૈડાં વાળા પ્રજ્ઞાન રોવરે 14 દિવસ સુધી ચંદ્રમાની દક્ષિણી ધ્રુવની સપાટીનું ભૌતિક પરીક્ષણ કરવાનું હતું. હવે વૈજ્ઞાનિક આ વાતનો પતો લગાવવામાં લાગ્યા છે કે લેન્ડરમાં કેવા પ્રકારની ખરાબી આવી હતી, જેને પગલે તે ચંદ્ર પર સૉફ્ટ લેન્ડિંગને બદલે ક્રેશ લેન્ડ થયું.

ચંદ્રયાન-1એ ચાંદ પર પાણીનો પતો લગાવ્યો હતો

ચંદ્રયાન-1એ ચાંદ પર પાણીનો પતો લગાવ્યો હતો

જણાવી દઈએ કે ચંદ્રયાન 2 ભારતનું બીજું ચંદ્રયાન મિશન છે. અગાઉ 2008માં ચંદ્રયાન-1 મોકલવામાં આવ્યું હતું, જેને ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર જાણીજોઈને ક્રેશ કરાવવામાં આવ્યું હતું. જ્યારે ચંદ્ર પર પાણીનો પતો લગાવ્યો ત્યારે ચંદ્રયાન 1 મિશને ઈતિહાસ રચી દીધો હતો. હવે ચંદ્રયાન 2 તેની માત્રાનો પતો લગાવવાની દિશામાં કામ કરી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X