Chandrayaan 3 સાંજે 5.44 વાગે લેંડિંગ પ્રક્રિયા શરુ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ, ઈસરોએ કરી પુષ્ટિ

Chandrayaan 3: ઈસરોએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, 'ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ (ALS) શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારતીય સમય મુજબ 17:44 વાગે નિર્ધારિત બિંદુ પર લેન્ડર મોડ્યુલ (LM)ના આગમનની રાહ જોઈ રહ્યું છે. ALS આદેશ પ્રાપ્ત કર્યા પછી, એલએમ પાવર્ડ ડિસેન્ટ માટે થ્રૉટલેબલ એન્જીનને સક્રિય કરે છે.'

ઈસરોએ વધુમાં ઉમેર્યુ કે, 'મિશન ઑપરેશન્સ ટીમ આદેશોના અનુક્રમિક અમલીકરણની પુષ્ટિ કરતી રહેશે. એમઓએક્સ પર ઑપરેશન્સનું લાઇવ ટેલિકાસ્ટ ભારતીય સમય મુજબ 17:20 કલાકથી શરૂ થાય છે.'

Chandrayaan 3

મંગળવારે, ISROએ જણાવ્યું હતું કે મિશન શિડ્યૂલ પર છે અને સિસ્ટમ્સ નિયમિત તપાસમાંથી પસાર થઈ રહી છે. ''સરળ સફર ચાલુ છે. મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (ઇસરો ખાતે) ઊર્જા અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું છે!" ISRO એ X પર પોસ્ટ કર્યું, ઈસરોએ લગભગ 70 કિમીની ઉંચાઈથી લીધેલા ચંદ્રની તસવીરો પણ જાહેર કરી હતી.

તમને જણાવી દઈએ કે ચંદ્રયાન-3 આજે એટલે કે બુધવારે સાંજે 6.40 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે તેવી સંભાવના છે. ઈસરોનું આ એક ઐતિહાસિક મિશન છે અને જો તે સફળ થશે તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બની જશે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બુધવારે દક્ષિણ આફ્રિકાથી ચંદ્રયાન-3 લેન્ડિંગ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે સામેલ થશે. 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જોહાનિસબર્ગ પહોંચ્યા ત્યારે આ જાહેરાત થઈ.

લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ ઈસરોની અધિકૃત વેબસાઈટ અને યુટ્યુબ, ટ્વિટર અને ફેસબુક સહિત તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવશે. ઇવેન્ટ દરમિયાન લાઇવ કોમેન્ટ્રી અને નિષ્ણાત વિશ્લેષણ પણ જોઈ શકે છે. લાઇવ સ્ટ્રીમિંગ લગભગ 17:27 IST (5:27 PM) પર શરૂ થશે અને લેન્ડિંગ 6:04 PM પર નિર્ધારિત છે. નાસા ટીવી એપ્લિકેશન અને Space.com પણ ઇવેન્ટને સ્ટ્રીમ કરશે. આ સિવાય તેનું પ્રસારણ દૂરદર્શન પર પણ લાઈવ જોઈ શકાશે.

નોંધનીય છે કે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3 લેન્ડર મોડ્યુલનું સોફ્ટ લેન્ડિંગ ભારતને ચંદ્રની સપાટી પર પહોંચેલા દેશોની વિશિષ્ટ ક્લબમાં મૂકશે. આ પહેલા, માત્ર અમેરિકા, રશિયા અને ચીન જ એવા દેશો છે જેમણે ચંદ્ર પર સૉફ્ટ લેંડિંગ કર્યું છે. ચંદ્રયાન-3 એ ચંદ્રયાન-2નું ફોલો-અપ મિશન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X