chandrayaan 3 : ચંદ્રયાન 3ની સફળતા બાદ જશ્નનો માહોલ, જુઓ ઉજવણીના દ્રશ્યો

chandrayaan 3 : ભારતે આજે ઇતિહાસ રચ્યો છે. આજનો દિવસ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. હાલ સમગ્ર દેશ અને દુનિયામાં રહેતા ભારતીયો ચંદ્રયાન 3ની સફળતાની ઉઝવણી કરી રહ્યું છે. ચંદ્રયાન 3 નું લેન્ડર વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું છે.

ચંદ્રયાન-3 બુધવારની સાંજે 6.04 કલાકે ચંદ્ર પર ઉતર્યું હતું. આ સાથે ભારત ચંદ્રના કોઈપણ ભાગ પર વાહન ઉતારનાર ચોથો દેશ બની ગયો છે. આ પહેલા માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી છે.

chandrayaan 3

હવે બધા વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ચંદ્ર પરની ધૂળના વાદળ શાંત થયા બાદ પ્રજ્ઞાન રોવર બહાર આવશે. જોકે, તે લગભગ 1 કલાક 50 મિનિટ લેશે. આ પછી વિક્રમ અને પ્રજ્ઞાન એકબીજાના ફોટા પાડીને પૃથ્વી પર મોકલશે.

આવા સમયે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પર, ભારતીય સમુદાયના સભ્યોએ વોશિંગ્ટન, યુએસમાં ભારતીય દૂતાવાસ ખાતે ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પર મીઠાઈઓ વહેંચી હતી.

યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) એ પણ ચંદ્રયાન-3ની સફળતા માટે ISROને અભિનંદન પાઠવ્યા છે. ચંદ્રયાન-3એ ચંદ્ર પર પહોંચ્યા બાદ સંદેશ મોકલ્યો છે. ચંદ્રયાન-3એ જણાવ્યું હતું કે, હું મારા ગંતવ્ય પર પહોંચી ગયો છું.

ચંદ્રયાન-3નું લેન્ડિંગ કેવી રીતે થયું?

  • વિક્રમ લેન્ડરે 25 કિમીની ઉંચાઈથી ચંદ્ર પર ઉતરવાની સફર શરૂ કરી
  • વિક્રમને આગલા તબક્કામાં પહોંચવામાં લગભગ 11.5 મિનિટનો સમય લાગ્યો
  • 7.4 કિમીની ઉંચાઈએ પહોંચે ત્યાં સુધી તેની ઝડપ 358 મીટર પ્રતિ સેકન્ડ હતી
  • 6.8 કિમીની ઉંચાઈએ ચંદ્રયાનની ઝડપ ઓછી કરી. તે 336 મીટર પ્રતિ સેકન્ડ બની ગયો
  • 800 મીટરની ઉંચાઈ પર, લેન્ડરના સેન્સર્સે લેન્ડિંગ માટે યોગ્ય સ્થળ શોધવા માટે ચંદ્રની સપાટી પર લેસર બીમ લગાવ્યા હતા
  • 150 મીટરની ઉંચાઈ પર આવેલા લેન્ડરની ઝડપ 60 મીટર પ્રતિ સેકન્ડ હતી
  • 60 મીટરની ઉંચાઈ પર આવેલા લેન્ડરની ઝડપ 40 મીટર પ્રતિ સેકન્ડ હતી
  • 10 મીટરની ઉંચાઈ પર આવેલા લેન્ડરની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ હતી
  • ચંદ્રની સપાટી પર ઉતરતી વખતે સોફ્ટ લેન્ડિંગ માટે લેન્ડરની ઝડપ 1.68 મીટર પ્રતિ સેકન્ડ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X