Chandrayaan-3ની ઉડાનમાં ફિરોઝાબાદના ધર્મેન્દ્રનુ પણ છે યોગદાન, અબ્દુલ કલામની સલાહે બદલી હતી જિંદગી
Chandrayaan-3: આજનો દિવસ (23 ઓગસ્ટ) ભારતીયો માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે અને આ સ્થિતિમાં સમગ્ર વિશ્વની નજર ભારત પર ટકેલી છે. ઈસરો ચંદ્રયાન-3નું આજે સાંજે 6.4 કલાકે ચંદ્ર પર સૉફ્ટ લેન્ડિંગ કરશે.
દેશ માટે આ મિશન જેટલું મહત્ત્વનું છે, એટલું જ તેની સાથે સંકળાયેલી વૈજ્ઞાનિક અને તકનીકી ટીમ માટે પણ છે. ધર્મેન્દ્ર પ્રતાપ યાદવ પણ તેમાંથી એક છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના ટુંડલા શહેરના નાના ગામ ટીકરીના રહેવાસી ધર્મેન્દ્ર પ્રતાપ યાદવ ચંદ્રયાન 3 ટીમનો ભાગ છે.

ધર્મેન્દ્ર યાદવ ઈસરોમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે સેવા આપી રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રતાપ યાદવના પિતાનું નામ શંભુદયાલ યાદવ અને માતાનું નામ કમલા છે. શંભુદયાલ યાદવ વ્યવસાયે ખેડૂત છે અને માતા કમલા દેવી ગૃહિણી છે. ધર્મેન્દ્રએ ફિરોઝાબાદની બ્રજરાજ સિંહ ઈન્ટર કોલેજમાંથી 12મા સુધીનો અભ્યાસ કર્યો છે.
શરૂઆતથી જ તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો. આ પછી તેણે મથુરાની હિન્દુસ્તાન કોલેજમાંથી B.Tech કર્યું. મથુરાથી B.Tech કર્યા પછી, ધર્મેન્દ્ર યાદવ વધુ અભ્યાસ માટે જલંધર ગયા. તેણે NIT જલંધરમાંથી M.Tech કર્યું. તેઓ 2011થી ISRO, બેંગલોરમાં વૈજ્ઞાનિક તરીકે સેવા આપી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચંદ્રયાન 3ની ટીમમાં ગામના રહેવાસી ધર્મેન્દ્ર યાદવના સમાવેશની જાણ થતાં જ તેમના ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગામના લોકો ચંદ્રયાન 3ના સફળ ઉતરાણ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.
સાથે જ ધર્મેન્દ્ર યાદવના પરિવાર, ગામ અને આસપાસના લોકોમાં ખુશીનો માહોલ છે. સૌ કોઈ એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર પગ મૂકશે. આ સાથે ભારત ચંદ્રયાનને દક્ષિણ ધ્રુવ પર ઉતારનાર પ્રથમ દેશ બની જશે.
તમને જણાવી દઈએ કે, ચંદ્રયાન 3 ની સફળ ઉડાન બાદથી તેમના ઘરે અભિનંદનનો ધસારો છે. પરિવારને તેમના પુત્રની સિદ્ધિ પર ખૂબ જ ગર્વ છે. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ધર્મેન્દ્રના પિતા શંભુ દયાલ યાદવે કહ્યું કે, તેમનો પુત્ર શરૂઆતથી જ બુદ્ધિશાળી હતો.
તેમણે જણાવ્યું કે જ્યારે ધર્મેન્દ્ર ફિરોઝાબાદની હિન્દુસ્તાન કોલેજમાં ભણતા હતા ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ત્યાં આવ્યા હતા. તેમણે તેમને (ધર્મેન્દ્ર યાદવ) કહ્યું હતું કે તમે વૈજ્ઞાનિક બનો. તેમની પાસેથી પ્રેરણા મેળવી અને વૈજ્ઞાનિક બન્યા. આજે તે આટલા મોટા સ્તરે કામ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
