ચંદ્રયાન-2ની નિષ્ફળતા પર રડી પડ્યા હતા ઈસરો ચીફ, PM મોદીએ ગળે લગાવીને આપી હતી હિંમત, Video વાયરલ

Chanrayaan 3: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) તેના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે તૈયાર છે. ISRO ચંદ્રયાન-3 આજે, 14 જુલાઈ, બપોરે 2.35 વાગે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લૉન્ચ કરવામાં આવશે.

ચંદ્રયાન-3ના લૉન્ચિંગ વચ્ચે સોશિયલ મીડિયા પર ચંદ્રયાન-2ની નિષ્ફળતાની પણ ચર્ચા થઈ રહી છે. ઘણા લોકોએ #Chandrayaan3 અને #ISRO હેશટેગ્સ સાથે ટ્વિટર પર ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. કે સિવાનનો ભાવુક વીડિયો શેર કર્યો છે. જ્યારે ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળીને રડવા લાગ્યા હતા. આવો જાણીએ શું છે તે આખી વાત...

Chandrayaan 2

કે સિવાન 15 જાન્યુઆરી 2018થી 14 જાન્યુઆરી 2022 સુધી ઈસરોના અધ્યક્ષ હતા. સપ્ટેમ્બર 2019માં ચંદ્રયાન-2 મિશન દરમિયાન લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ સફળ રહ્યું ન હતું.

વાસ્તવમાં, આ લગભગ 7 સપ્ટેમ્બર 2019ની વાત છે, જે દિવસે ચંદ્રયાન-2 લૉન્ચ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 સપ્ટેમ્બરની સાંજે જ બેંગલુરુમાં ઈસરોના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. પીએમ મોદી ચંદ્રયાન-2 પ્રક્ષેપણની ઐતિહાસિક સફળતાના સાક્ષી બનવા માંગતા હતા પરંતુ અંતિમ ક્ષણે મિશન નિષ્ફળ ગયું.

આ બનતાની સાથે જ ઈસરોના હેડક્વાર્ટરમાં દરેક લોકો નિરાશ થઈ ગયા. ચારે બાજુ તણાવ ફેલાઈ ગયો. આવી સ્થિતિમાં જ્યારે પીએમ મોદી ઈસરોના તત્કાલીન વડા કે સિવાનને મળ્યા તો તેઓ ભાવુક થઈને રડવા લાગ્યા. પીએમ મોદીએ તેમને ગળે લગાડ્યા અને તેમની હિંમત વધારી પરંતુ સિવાનની ભીની આંખોમાં તેમની પીડા છલકાઈ ગઈ.

સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં પીએમ મોદી કે સિવાનને થોડીવાર ગળે લગાવ્યા અને સાંત્વના આપતા રહ્યા. થોડા સમય પછી પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધતા કહ્યું કે, વિજ્ઞાનમાં નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ નથી હોતી, પરંતુ દરેક પગલું એક નવો પ્રયોગ હોય છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે તમે લોકો ફરીથી તૈયારી કરો, હું અને મારી સરકાર આ મિશનમાં હંમેશા તમારી સાથે ઉભા છીએ.

અહીં જુઓ ટ્વિટર રિએક્શન...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X