Chandrayaan 3 : ખતરનાક છે ચંદ્રની સપાટી પર લેન્ડિંગ, જાણો ચાર મોટા કારણ
Chandrayaan 3 : આજે ભારતના અંતરિક્ષ ક્ષેત્રે ઐતિહાસિક દિવસ સાબિત થવા જઇ રહ્યો છે. કારણ કે, આજે ચંદ્રયાન 3 ની લોન્ચિંગ થશે. આ મિશનને સફળતાપૂર્વક ચંદ્ર પર પહોંચાડવા માટે આપણા વૈજ્ઞાનિકોએ પોતાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ સાથે દરેક ભારતીય પણ આ મિશનને કારણે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
આ મિશનની સામે ઘણા પડકારો છે, જેને પાર કરવા થોડા મુશ્કેલ હશે, પરંતુ આપણા વૈજ્ઞાનિકોનો આત્મવિશ્વાસ જોઈને લાગે છે કે, આ વખતે ચંદ્રયાન-3 મિશન સફળ થશે. આ અહેવાલમાં જાણીશું કે, ચંદ્રયાન-3નું ચંદ્ર પર ઉતરાણ કેમ ખતરનાક છે? ચંદ્રયાન 3 ને સમફતાપૂર્વક લેન્ડિંગ થવા માટે 4 પડકારોને પાર કરવા પડશે.

ચંદ્ર પર લેન્ડિંગ કેમ ખતરનાક છે? આ 4 કારણો છે
Why is landing on the moon dangerous? - ઉલ્લેખનીય છે કે, ચંદ્ર પર વાતાવરણના અભાવને કારણે લેન્ડિંગ જોખમી સાબિત થાય છે. કારણ કે, આવી સ્થિતિમાં લેન્ડર તૂટવાની શક્યતા વધી જાય છે. આ સિવાય ચંદ્ર પર જીપીએસ કામ કરતું નથી, જેના કારણે લેન્ડરને યોગ્ય જગ્યાએ પહોંચાડવું એ પણ એક મોટો પડકાર છે.
આ ઉપરાંત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સ્પષ્ટ ન દેખાવું એ પણ વૈજ્ઞાનિકો માટે મોટો પડકાર છે. લેન્ડરને સૂર્યના કિરણોત્સર્ગની અસરોથી કોઈ રક્ષણ મળતું નથી. એટલા માટે તે મિશન માટે પણ ખૂબ જોખમી છે.
શું છે ચંદ્રયાન-3 મિશન?
What is Chandrayaan-3 Mission - ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 મિશન ચંદ્રયાન-2નો આગળનો તબક્કો છે. ચંદ્રયાન-3 મિશનનું મુખ્ય લક્ષ્ય તેને ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ કરવાનું છે.
ચંદ્રયાન-3 મિશન ચંદ્રયાન-2 જેવા આકારમાં દેખાશે, જેમાં લેન્ડર અને રોવર હશે. જોકે, આ વખતે અગાઉની ભૂલમાંથી શીખીને મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે. અલ્ગોરિધમ્સમાં સુધારો કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 મિશનમાં જે ભૂલ થઈ હતી, તેને સુધારી લેવામાં આવી છે.
શું છે મિશન મૂનનું લક્ષ્ય?
What is the goal of Mission Moon? - ઈસરોના વૈજ્ઞાનિકોનો પહેલો ઉદ્દેશ્ય ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતારવાનો છે. આમાં પહેલો ઉદ્દેશ્ય લેન્ડરનું સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ હશે. જે બાદ રોવરને ચંદ્રની સપાટી પર ફરવું પડશે અને ત્યાંના વાતાવરણનો અભ્યાસ કરવો પડશે.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિશે મળશે માહિતી
જમીન પર લેન્ડિંગ થતાંની સાથે જ રોવરને લેન્ડરથી ચંદ્રના દક્ષિણ વિસ્તારમાં ઉતારી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાનો અને તે સપાટીનો વિગતવાર અભ્યાસ કરવાનો છે.












Click it and Unblock the Notifications
