Chandrayan-3 : તો ક્યારેય ઉંઘમાંથી નહીં જાગે વિક્રમ લેન્ડર-પ્રજ્ઞાન રોવર? જાણો શું ઈસરોએ?
ભારતના ચંદ્રયાન-3 ના લેન્ડિંગ બાદ ઈસરોએ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર રાત થતા સ્લીપ મોડમાં મુકી દીધા હતા. હવે ઈસરો દ્વારા તેને જગાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આ પ્રયાસો વચ્ચે હવે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ઈસરો સતત વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે ફરી સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

ઈસરોએ કહ્યું છે કે, સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ ચાલુ રખાશે. ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રના શિવશક્તિ પોઈન્ટ પરથી સિગ્નલ મેળવવાની રાહ જોઈ રહ્યા છે. શનિવાર આ દિશામાં મહત્વપૂર્ણ બની શકે છે.
જણાવી દઈએ કે, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા. બન્ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સ્થિત હોવાથી ત્યાં ઘણા દિવસો સુધી રાત રહે છે. સૂર્યપ્રકાશના અભાવને કારણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તાપમાન 0 થી 120 થી 200 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જતુ રહે છે.
20 સપ્ટેમ્બરે ચંદ્ર પર સુર્યોદય થયો છે. ઈસરોએ લેન્ડર અને રોવરને સ્લીપ મોડમાંથી બહાર લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આમાં ક્યારે સફળ થશે તે કહેવું મુશ્કેલ છે. જો કે શનિવારે કેટલીક ચોક્કસ માહિતી મળવાની આશા છે.
જણાવી દઈએ કે 14 જુલાઈ 2023ના રોજ ચંદ્રયાન-3ને LVM-3M-4 ની મદદથી આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં છોડવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 એ નિર્ધારિત ભ્રમણકક્ષામાં તેની મુસાફરી શરૂ કરીને લગભગ 40 દિવસ પછી 23 ઓગસ્ટ 2023 ના રોજ સાંજે 6:04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત ઉતરાણ કરીને દુનિયાને ચૌકાવી દીધુ હતુ.












Click it and Unblock the Notifications
