For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીની રોહિણી કોર્ટમાં થયો વિસ્ફોટ થતાં અફરાતફરીનો માહોલ

રોહિણી જિલ્લાના ડીસીપી અને એસીપી આરતી શર્મા પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયાં છે. પોલીસ તપાસમાં કોઈ ઈલેક્ટ્રિક ડિવાઈસમાં ધમાકો થયો હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ લોકોએ રોહિણી કોર્ટમાં ગોળીબાર થયો હોવાની અફવા ફેલાવી

|
Google Oneindia Gujarati News

રોહિણી જિલ્લાના ડીસીપી અને એસીપી આરતી શર્મા પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયાં છે. પોલીસ તપાસમાં કોઈ ઈલેક્ટ્રિક ડિવાઈસમાં ધમાકો થયો હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ લોકોએ રોહિણી કોર્ટમાં ગોળીબાર થયો હોવાની અફવા ફેલાવી દીધી.

blast

દિલ્હીના રોહિણી કોર્ટમાં ગુરુવારે સવારે વિસ્ફોટ થયો હતો. જે બાદ કેર્ટમાં હડકંપ મચી જવા પામ્યો હતો. તરત જ ઘટના સ્થળે ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટનામાં 2 લોકોને સામાન્ય ઈચા પહોંચી છે. તેમને નજીકના હોસ્પિટલે ઈલાજ માટે દાખલ કર્યા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ ઘટના અંગેની તપાસ શરૂ કરી દીધી છે.

સૂચના મળતાં જ રોહિણી જિલ્લાના ડીસીપી અને એસીપી આરતી શર્મા પોલીસ ટીમ સાથે તરત ઘટના સ્થળે પહોંચી ગયાં. તપાસમાં પોલીસને કોઈ ઈલેક્ટ્રોનિક ડિવાઈસને કારણે ધમાકો થયો હોવાનું જાણવા મળ્યું. જે બાદ લોકોએ રોહિમી કોર્ટમાં ગોળીબાર થયો હોવાની અફવા ફેલાવી દીધી છે. જણાવી દઈએ કે કોર્ટમાં ગોળીબાર નથી થયો.

સ્પેશિયલ સેલના ટૉપ અધિકારીએ જણાવ્યું કે કોર્ટમાં જે બ્લાસ્ટ થયો છે, તે દેખાવમાં ક્રૂડ બોમ્બ જેવો લાગી રહ્યો છે. આ નાનો IED હોય શકે છે. પરંતુ આઈઈડી સરખી રીતે બની ના શક્યો હોય તેવું લાગી રહ્યું છે. જો કે ફોરેન્સિક ટીમ આ વિશે વધુ યોગ્ય રીતે જાણકારી આપી શકશે. રોહિણી કોર્ટના બાર એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું કે કોર્ટરૂમમાં ધમાકો થયો છે. જો કે આ ધમાકામાં કોઈને જાનહાની થઈ નથી. પોલીસ પણ મામલાની તપાસ કરી રહી છે.

અગાઉ રોહિણી કોર્ટમાં ફાયરિંગ થયું હતું

થોડા દિવસ પહેલાં જ રોહિણી કોર્ટમાં ફાયરિંગની પણ ઘટના ઘટીત થઈ હતી. જેમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. બે હુમલાખોરોએ કોર્ટમાં ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગી પર ગોળીબાર કરી દીધો હતો. આ હુમલામાં ગેંગસ્ટર ગોગી મૃત્યુ પામ્યો હતો. જિતેન્દ્ર ગોગી કોર્ટમાં સુનાવણી માટે હાજર થયો તે સમયે તેના પર ફાયરિંગ થયું હતું. જે બાદ પોલીસે જવાબી કાર્યવાહી કરતાં બંને બદમાશોને ઠાર માર્યા હતા. બંને ગુંડા ટિલ્લૂ તાજપુરિયા ગેંગ સાથે જોડાયેલા હતા અને તેમને ખુદ ટિલ્લૂ જેલથી સૂચનાઓ આપી રહ્યો હતો.

English summary
Chaos erupts in Delhi's Rohini court after blast in court room today morning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X