ચરણજીત ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે, વિધાનસભા પક્ષના નેતા ચૂંટાયા

કોંગ્રેસ હાઇકમાન્ડે આ નિર્ણય ધારાસભ્યોની સર્વસંમતિથી લીધો છે. થોડા સમય પહેલા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે માહિતી આપી હતી કે, ધારાસભ્યો સાથે નિરીક્ષકોની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી દિલ્હી : ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસ હાઇકમાન્ડે આ નિર્ણય ધારાસભ્યોની સર્વસંમતિથી લીધો છે. થોડા સમય પહેલા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે માહિતી આપી હતી કે, ધારાસભ્યો સાથે નિરીક્ષકોની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Charanjit Channi

ચરણજીત સિંહ ચન્ની સાંજે 6.30 કલાકે રાજ્યપાલને મળવા જશે. માનવામાં આવી રહ્યું છે કે, ચરણજીત સિંહ ચન્ની સોમવારના રોજ (20 સપ્ટેમ્બર) રાજ્યપાલને મળવા માટે સમય માંગી શકે છે.

સુખજિંદર સિંહ રંધાવાનું નામ આગળ ચાલી રહ્યું

પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે ટ્વિટ કરીને ચરણજીત સિંહ ચન્નીના પંજાબના મુખ્યમંત્રી બનવાની માહિતી આપી હતી. થોડા સમય પહેલા સુધી સુખજિંદર સિંહ રંધાવાનું નામ આગળ ચાલી રહ્યું હતું, પરંતુ છેલ્લા પ્રસંગે ચન્નીના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય પ્રીતમ કોટભાઈએ ANIને જણાવ્યું કે, તમામ ધારાસભ્યોએ કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ મુખ્યમંત્રી માટે સુખજિંદર રંધાવાનું નામ આપ્યું છે અને તેઓ મુખ્યમંત્રી બનશે. જે બાદ હરિશ રાવતે ટ્વીટ કરીને ચરણજીત ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત કરી હતી.

રાહુલ ગાંધી તરફથી કોંગ્રેસ નેતા અંબિકા સોનીને ઓફર મળી હતી

શનિવારના રોજ કોંગ્રેસ વિધાનમંડળની બેઠક મળી અને સોનિયા ગાંધીને આગામી મુખ્યમંત્રી પસંદ કરવા વિનંતી કરી હતી. શનિવારના રોજ મોડી રાતના હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ રાહુલ ગાંધી તરફથી કોંગ્રેસ નેતા અંબિકા સોનીને ઓફર મળી હતી, જેને અંબિકા સોનીએ એમ કહીને ફગાવી દીધી હતી કે, પક્ષને પંજાબના મુખ્યમંત્રી તરીકે શીખ ચહેરાની જરૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X