સુકમામાં સુરક્ષાબળોની મોટી સફળતા, 14 નક્સલીઓ ઠાર
છત્તીસગઢના સુકમામાં સુરક્ષાકર્મીને એક મોટી સફળતા મળી છે. સુરક્ષાકર્મીઓ ઘ્વારા સુકમા વિસ્તારમાં 14 નક્સલીઓને મારી નાખવામાં આવ્યા છે.
છત્તીસગઢના સુકમામાં સુરક્ષાકર્મીને એક મોટી સફળતા મળી છે. સુરક્ષાકર્મીઓ ઘ્વારા સુકમા વિસ્તારમાં 14 નક્સલીઓને મારી નાખવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ સુરક્ષાકર્મીઓ ઘ્વારા ભારે માત્રામાં હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઓપેરશન પછી મારવામાં આવેલા બધા જ નક્સલીઓના શવ મેળવવામાં આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ એન્કાઉન્ટર સોમવારે સવારે થયું અને આ ગોલાપાલ્લી અને કોટા ચોકી વિસ્તારમાં ડીઆરજી સાથે એસટીએફ ઘ્વારા તેને અંઝામ આપવામાં આવ્યો. આ ઓપેરેશનમાં તેમને 14 નક્સલીઓને મારી નાખ્યા છે જયારે આ બધાની લાશ પણ કબ્જે કરી લેવામાં આવી છે. એન્કાઉન્ટર પછી આ વિસ્તારમાં સર્ચ ઓપેરેશન ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઓપરેશન દરમિયાન પોલીસે 16 હથિયારો કબ્જે કર્યા છે. એટલું જ નહીં પરંતુ તેમને ભારે માત્રામાં વિસ્ફોટક પણ કબ્જે કર્યા છે.
થોડા દિવસ પહેલા જ રાજાનંદ ગામમાં આઈટીજીપી અને છત્તીસગઢ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 5 લાખની ઈનામી મહિલા નક્સલી ઝરિનાને પણ મારી નાખવામાં આવી છે. ઝરીના પોટાઇ બસ્તરનાં બીજાપુરની રહેનાર હતી અને તેના વિરુદ્ધ ઘણા મામલા પણ નોંધાયેલા છે.