Chhattisgarh Election : છત્તીસગઢમાં પહેલા ચરણનું મતદાન ખતમ, નક્સલી હુમલા વચ્ચે 70.78 ટકા મતદાન થયુ
છત્તીસગઢમાં પહેલા તબક્કાનું મતદાન પુરૂ થયુ છે. નક્સલી હુમલા વચ્ચે પ્રદેશની જનતાએ ઉત્સાહ દેખાડતા 20 સીટો પર આશરે 70.78 ટકા મતદાન નોંધાયુ છે.
એક તરફ બે જગ્યાએથી નક્સલી હુમલાના સમાચાર આવ્યા છે ત્યારે અહીં બપોરે 3 વાગ્યા સુધીમાં 59.19 ટકા મતદાન થયું હતું. સુકમામાં બે અલગ-અલગ IED બ્લાસ્ટમાં બે જવાનો ઘાયલ થયા છે.

સુકમા, બીજાપુર, કાંકેર અને નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરની ચાર ઘટનાઓ પણ સામે આવી છે. સુકમાના મીનપામાં એન્કાઉન્ટર ચાલુ છે. મળતી માહિતી મુજબ ત્રણ જવાનો ઘાયલ થયા છે.
ચૂંટણી અધિકારીની કચેરીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સમાચાર લખાય છે ત્યાં સુધી સવારે 5 વાગ્યા સુધી વીસ વિધાનસભાઓમાં મતદાનની સરેરાશ ટકાવારી 70.87 રહી છે.
છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી 20 બેઠકો માટે 25 મહિલાઓ સહિત 223 ઉમેદવારો મેદાનમાં છે. મતદાર યાદી મુજબ, આ બેઠકો પર 40,78,681 મતદારો છે. પ્રથમ તબક્કાના મતદાન હેઠળ આવતી બેઠકો પર પુરૂષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે.
અહીં મહિલા મતદારોની સંખ્યા 20,84,675 છે, જ્યારે પુરૂષ મતદારોની સંખ્યા 19,93,937 છે. 69 થર્ડ જેન્ડર મતદારો છે. છત્તીસગઢમાં સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે મુકાબલો છે.
અહીં પ્રથમ તબક્કા માટે રાજ્યમાં 5,304 ચૂંટણી બૂથ બનાવવામાં આવ્યા હતા અને 25,249 મતદાન કર્મચારીઓને તૈનાત કરાયા હતા. મોહલા-માનપુર (દુર્ગ વિભાગ), અંતાગઢ, ભાનુપ્રતાપપુર, દંતેવાડા, કાંકેર, કેશકલ, કોંડાગાંવ, નારાયણપુર, બીજાપુર અને કોન્ટા (બસ્તર વિભાગમાં તમામ)માં સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું અને બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહ્યું.
આ બેઠકો નક્સલવાદી વિસ્તારોની છે. જ્યારે ખૈરાગઢ, ડોંગરગઢ, ખુજ્જી, બસ્તર, જગદલપુર, ચિત્રકોટ, રાજનાંદગાંવ, ડોંગરગાંવ, પંડારિયા અને કવર્ધામાં સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યું.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
