For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ મહિલા સરપંચે ગામના 900 પરિવારની મદદ માટે શરૂ કરી અનોખી પહેલ

પૂર્વ મહિલા સરપંચે ગામના 900 પરિવારની મદદ માટે શરૂ કરી અનોખી પહેલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજસ્થાનના લોકો ભીષણ ગરમી, પાણીની કમી અને તીડના આક્રમણથી પહેલેથી જ પરેશાન હતા. આ બધાની વચ્ચે હવે કોરોના મહામારીએ તેમની મુશ્કેલી વધારી દીધી છે. રાજસ્થાનના ટોંક જિલ્લાના સોડા ગામમાં પણ આ બધી જ સમસ્યાઓ હતી, પરંતુ હવે ત્યાંના પૂર્વ સરપંચ છવિ રાજાવતે એક અનોખી પહેલ શરૂ કરી છે. જે અંતર્ગત કોઈપણ શખ્સ ગામના એક પરિવારને ગોદ (Adopt) લઈ શકે છે.

Recommended Video

महिला सरपंच का 900 परिवारों को मौजूदा संकट से राहत का प्लान, आप भी कीजिये ऐसे मदद

છવિ રાજાવત બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી હાંસલ કરી ચૂક્યાં છે. આ છતાં તેઓ નોકરી કરવાને બદલે લોકોની મદદ કરવા તત્પર રહે છે. હાલના સમયમાં તેઓ 900 પરિવારના અસ્તિત્વને બચાવવા માટે ફંડ એકઠું કરી રહ્યાં છે.

rajasthan

વન ઈન્ડિયા સાથે વાત કરતાં છવિ રાજાવતે કહ્યું કે હાલની સ્થિતિને જોતાં ભારત હજી પણ સૌથી સારી જગ્યામાંનુ એક હોય તેવું ના કહી શકાય. આપણે બધા જાણીએ જ છીએ કે અહીં આવકના સંસાધનો સીમિત છે. ભીષણ ગરમી, પાણીની કમી અને કોરોનાએ હાલાતને વધુ મુશ્કેલ બનાવી દીધા છે.

તેમણે કહ્યું કે તેઓ હંમેશાથી ગામ સાથે જોડાયેલાં રહ્યાં છે. હવે તેમણે 900 પરિવારની મદદની જવાબદારી ઉઠાવી છે. સોડા ગામના લોકો દ્રઢ નિશ્ચય સાથે આગળ વધવા માંગે છે, પરંતુ ભીષણ ગરમી અને પાણીની કમીના કારણે માણસ અને જાનવર બંને પરેશાન છે. હજી જૂન-જુલાઈમાં સ્થિતિ આથી પણ વધુ ખરાબ થશે.

તેમણે ગામના લોકો સાથે વાત કરી, જેનાથી માલૂમ પડ્યું કે ત્રણ હજારમાં આખો પરિવાર મહિના દિવસનો ગુજારો કરી લે છે. જે બાદ તેમણે ઓનલાઈન કેમ્પેન ચલાવ્યું. તેમની આ પહેલમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામા લોકો જોડાઈ ચૂક્યા છે, જે અંતર્ગત 140 પરિવારને ગોદ લઈ લેવામાં આવ્યા છે. છવિ રાજાવતનું સંગઠન 80જીમાં અંતર્ગત રજિસ્ટર્ડ છે. છવિ રાજાવત મુજબ તેમનું આ અભયાન 10 એપ્રિલ 2020થી શરૂ થયું હતું, જે 30 જુલાઈ 2020 સુધી ચાલશે. આ વિશે villagesoda.org પર જઈ જાણકારી મેળવી શકાય છે.

જરૂરિયાતમંદ પરિવારોની ઓળખ કઈ રીતે થઈ?

છવિ રાજાવત મુજબ ગામમાં એવા ઘણા લોકો છે જેમની પાસે જમીન થી. મધ્યમ અને નાના ખેડૂતો ક્યારેય લાભ નથઈ કમાતા, તેઓ મોટી મુશ્કેલીથી ગુજારો કરે છે. તેમણે ગરીબ અને જમીન વિહોણા લોકોની મદદથી શરૂઆત કરી.

તમે કેવી રીતે મદદ કરી શકો

  • https://pages.razorpay.com/pl_EcTy5sFbPHCoBc/view પર લૉગઈન કરો.
  • જેટલા પરિવારની મદદ કરવા માંગો છો, તે સિલેક્ટ કરો, એક પરિવાર પર ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ છે.
  • જે બાદ ઈમેલ અને ફોન નંબર નાખો અને ડોનેટ પર ક્લિક કરો.
  • જો તમારે કોઈ જાણકારી જોઈએ તો [email protected] પર મેલ કરી શકો છો.

English summary
chhavi rajawat started campaign for poor families of soda village
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X