અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને થયો કોરોના, દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં ભરતી
અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે ત્યારબાદ તેને દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.
નવી દિલ્લીઃ અંડરવર્લ્ડ ડોન રાજેન્દ્ર નિકલ્જે ઉર્ફે છોટા રાજનનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે ત્યારબાદ તેને દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. તિહાર જેલ પ્રશાસને સોમવારે મુંબઈની એક સેશન કોર્ટને આ અંગે માહિતી આપી. 61 વર્ષીય છોટા રાજનને 2015માં બાલી, ઈંડોનેશિયાથી દેશનિકાલ થયા બાદ કરાયેલ ધરપકડ બાદથી નવી દિલ્લી સ્થિત ઉચ્ચ સુરક્ષાવાળી તિહાર જેલમાં રાખવામાં આવ્યો છે.

મુંબઈમાં તેની સામમે પેન્ડીંગ બધા ગુનાહિત કેસોને સીબીઆઈને હસ્તાંતરિત કરી દેવામાં આવ્યા અને આગળની કાર્યવાહી માટે એક વિશેષ અદાલતની રચના કરવામાં આવી. સોમવારે એક સહાયક જેલરે મુંબઈ સ્થિત સેશન કોર્ટને સૂચના આપી કે તે છોટા રાજનને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સુનાવણી માટે જજની સમક્ષ રજૂ નહિ કરી શકે કારણકે તેનો કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે અને તેને એઈમ્સની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.
રાજન મુંબઈમાં બળજબરીથી વસૂલી અને હત્યા સાથે સંબંધિત 70 ગુનાહિત કેસોનો સામનો કરી રહ્યો છે. વર્ષ 2018માં તેને વર્ષ 2011માં થયેલ પત્રકાર જ્યોતિર્મય ડે હત્યા કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. ગયા સપ્તાહે, મુંબઈની વિશેષ સીબીઆઈ અદાલતે 1993ના મુંબઈ સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસના એક આરોપી હનીફ કડાવાલાની હત્યા કેસમાં રાજન અને તેના સહયોગીને મુક્ત કર્યા.












Click it and Unblock the Notifications
