નકલી પાસપોર્ટ મામલે છોટા રાજનને 7 વર્ષની સજા

Posted By:
Subscribe to Oneindia News

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અંડરવર્લ્ડ ડોન રાજેન્દ્ર સદાશિવ નિખલજે ઉર્ફ છોટા રાજન અને અન્ય 3ને નકલી પાસપોર્ટ મામલે સાત વર્ષની સજા સંભળાવી છે. સાથે જ તેમની પર 15 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. સ્પેશ્યલ સીબીઆઇની કોર્ટના જજ વિરેન્દ્ર કુમાર ગોયલે સોમવારે છોટા રાજનને નકલી પાસપોર્ટ કેસમાં આરોપી જણાવીને મંગળવારે 7 વર્ષની જેલની સજા સંભળાવી છે.

chotta rajan

પટિયાલા કોર્ટ

નોંધનીય છે કે ગત વર્ષે 8 જૂને છોટા રાજન અને તત્કાલીન અધિકારી જયશ્રી દત્તાતેય રહાતે, દિપક નટવરલાલ શાહ અને લલિતા લક્ષ્મણની વિરુદ્ધ અપરાધિક કાવતરા, છેતરપીંડી અને નકલી દસ્તાવેજના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનવણી ચાલી હતી. જેમાં કોર્ટે છોટા રાજન સમતે 3 અન્યને નકલી દસ્તાવેજ બનાવવા માટે સાત વર્ષની સજા સંભળાવી છે. સાથે જ તમામ પર 15 હજાર રૂપિયાનો દંડ પર લગાવવામાં આવ્યો છે.

Read here : માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મળ્યા જામીન

85 કેસ

નોંધનીય છે કે આ તો હજી એક જ કેસની સુનવણી થઇ સજા આપવામાં આવી છે. સીબીઆઇ ચાર્જશીટ મુજબ છોટારાજન વિરુદ્ધ 85 કેસ દાખલ છે. હાલ જે સજા છોટા રાજનને સંભળાવી છે તે મુજબ 1998-99માં બેંગલુરુ મોહન કુમારના નામે નકલી પાસપોર્ટ પર વિદેશ ગયો હતો. વધુમાં આ સિવાય છોટા રાજન પર હત્યા, ડ્રગ ટ્રાફિકિંગ, વસૂલી જેવા અન્ય કેસ પણ દાખલ છે. એટલું જ નહીં ગુજરાત સમેત ભારતભરમાં અનેક જગ્યાએ છોટા રાજન પર કેસ બોલે છે. 2015માં ઇન્ડોનેશિયામાંથી 25 ઓક્ટોબરના રોજ છોટા રાજનને પકડવામાં આવ્યો હતો. અને પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવામાં આવ્યો હતો.

English summary
Chhota Rajan and three others awarded seven years jail term by Delhi court in a fake passport case.
Please Wait while comments are loading...