For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિદમ્બરમે કહ્યું - ઇતિહાસ સાક્ષી, જે પણ ગોવા જીતે છે, તે લોકસભાની ચૂંટણી જીતે છે

કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે ગુરૂવારના રોજ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તેમની પાર્ટી આગામી વર્ષે યોજાનારી ગોવા વિધાનસભા ચૂંટણી અને 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં જીત નોંધાવશે.

|
Google Oneindia Gujarati News

પણજી : કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે ગુરૂવારના રોજ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તેમની પાર્ટી આગામી વર્ષે યોજાનારી ગોવા વિધાનસભા ચૂંટણી અને 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં જીત નોંધાવશે. ચિદમ્બરમ, જે કોંગ્રેસ ગોવાના ચૂંટણી પ્રભારી છે, પણજીમાં રાજ્ય ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ પક્ષના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.

Chidambaram

2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હારનો ઉલ્લેખ કરતા ચિદમ્બરે જણાવ્યું હતું કે, મને ઈતિહાસમાંથી એક વાત કહેવા દો, જે ગોવા જીતે તે દિલ્હી જીતે. અમે 2007માં ગોવા જીત્યા હતા. 2009માં અમે દિલ્હીમાં જીત્યા હતા. 2012માં કમનસીબે અમે ગોવામાં હારી ગયા હતા. જે કારણે 2014માં અમે દિલ્હી હારી ગયા હતા.

2017માં તમે ગોવા જીત્યા (પાર્ટી કાર્યકરોનો ઉલ્લેખ કરતા), પરંતુ અમારા ધારાસભ્યોએ ગોવા ગુમાવ્યું હતું. ચિદમ્બરમે કહ્યું કે, આ વખતે તેમની પાર્ટી હિંમત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે અને 2022માં ગોવા અને 2024માં દિલ્હી જીતશે.

ઉલ્લેખનીય છે કે, 2017ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 40માંથી સૌથી વધુ બેઠકો જીતી હતી, પરંતુ તેને બહુમતી બેઠક ન મળી શકી અને ભાજપે પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ધારાસભ્યો સાથે જોડાણમાં સરકાર બનાવી હતી. હાલ રાજ્યમાં કોંગ્રેસના 4 ધારાસભ્યો છે. પક્ષના કાર્યકર્તાઓને સંબોધતા ચિતમ્બરમે જણાવ્યું હતુ કે, સુવર્ણ ઇતિહાસને જોતા આપણું ભવિષ્ય ઉજ્જવળ છે, આપણે પૂરી તાકાતથી આગળ વધવાનું છે. ભાજપ પર પરોક્ષ પ્રહાર કરતા ચીદમ્બરમ જણાવ્યું હતું કે, ગોવા કોઈ રાજકીય પક્ષની વસાહત બની શકે નહીં. ગોવાના લોકો દ્વારા ગોવાનું શાસન ચલાવવામાં આવશે.

English summary
Congress leader P Chidambaram on Thursday expressed confidence that his party would win next year's Goa Assembly elections and the 2024 Lok Sabha elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X