એક દેશ એક ચૂંટણી પર શું કહ્યુ દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નરે

મુખ્ય ચૂંટણી કમિશ્નરે (સીઈસી) ઓ પી રાવતે કહ્યુ છે કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવી શક્ય નથી.

મુખ્ય ચૂંટણી કમિશ્નરે (સીઈસી) ઓ પી રાવતે કહ્યુ છે કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવી શક્ય નથી. તેમણે કહ્યુ કે આના માટે કાયદામાં ફેરફાર કરવો પડશે. એક સાથે ચૂંટણી કરાવા માટે બંધારણમાં ફેરફાર કરવા પડશે અને જનપ્રતિનિધિ કાયદો બદલવો પડશે. વળી સંશાધનોની ઉણપનો પણ તેમણે હવાલો આપ્યો છે. રાવતનું આ નિવેદન ભાજપ અધ્યક્ષ અમિત શાહના એકસાથે ચૂંટણી કરાવવાના પક્ષમાં લૉ કમિશનને લખ્યા બાદ આવ્યુ છે.

કેટલાક રાજ્યોમાં થઈ શકે છે લોકસભા સાથે ચૂંટણી

કેટલાક રાજ્યોમાં થઈ શકે છે લોકસભા સાથે ચૂંટણી

સીઈસી ઓમ પ્રકાશ રાવતે કહ્યુ છે કે કાયદામાં ફેરફાર કરાયા પહેલા એકસાથે ચૂંટણી સંભવ નથી પરંતુ લોકસભા સાથે 11 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની સંભાવના દેખાય છે પરંતુ બધા રાજકીય દળોમાં સંમતિ જરૂરી છે. રાવતે કહ્યુ કે જો વિધાનસભામાં વિપક્ષ અને સત્તા પક્ષ સંમતિથી ગૃહ ભંગ કરીને ચૂંટણી માટે બધા રાજ્યોમાં સમય પહેલા ચૂંટણી થઈ શકે છે. રાવતે એકસાથે બધા રાજ્યોમાં પણ ચૂંટણી કરાવવામાં અસમર્થતતા દર્શાવી છે.

સંશાધનોની ઉણપ

સંશાધનોની ઉણપ

ઓ પી રાવતે કહ્યુ કે ચૂંટણી કમિશન પાસે એટલા સંશાધનો નથી કે દેશમાં એકસાથે ચૂંટણી કરાવી શકાય. તેમણે કહ્યુ કે લોકસભા સાથે આઠ-નવથી વધુ રાજ્યોમાં એકસાથે ચૂંટણી કરાવવી કમિશન માટે શક્ય નહિ બને. રાવતે એકસાથે ચૂંટણી માટે પર્યાપ્ત સંખ્યામાં વીવીપેટ મશીનો ન હોવાની પણ વાત કરી.

અમિત શાહે લખ્યો છે કે લૉ કમિશનને પત્ર

અમિત શાહે લખ્યો છે કે લૉ કમિશનને પત્ર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લૉ કમિશનને પત્ર લખીને દેશમાં એકસાથે ચૂંટણી કરાવવા માટે સમર્થન કર્યુ છે. શાહે લૉ કમિશનને પત્ર લખીને કહ્યુ કે દેશમાં ક્યાંકને ક્યાંક ચૂંટણી થતી જ રહે છે જેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિકાસ કાર્યો પ્રભાવિત થાય છે. આખી સિસ્ટમ તેમાં જ વ્યસ્ત થઈ જાય છે એટલા માટે તે દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના સમર્થનમાં છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવાની વાત કહી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X