For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુસ્લિમ પુરુષ અને હિંદુ મહિલાના લગ્નથી પેદા થયેલા બાળકો અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વના આદેશમાં મુસ્લિમ પુરુષ અને હિંદુ મહિલાના લગ્ન બાદ જન્મેલા બાળકોને કાયદેસર ગણાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વના આદેશમાં મુસ્લિમ પુરુષ અને હિંદુ મહિલાના લગ્ન બાદ જન્મેલા બાળકોને કાયદેસર ગણાવ્યા છે. કોર્ટે પોતાના મહત્વના ચુકાદામાં કહ્યુ છે કે આ બાળકો પોતાના પિતાની સંપત્તિ પર અધિકાર મેળવી શકે છે. સુપ્રીમ કોર્ટની બેંચે જજ જસ્ટીસ એનવી રમન અને જસ્ટીસ એમ શાંતાનાગોદરે પોતાના મહત્વના ચુકાદામાં કહ્યુ છે કે જો કે આ પ્રકારના લગ્ન મુસ્લિમ કાયદા અનુસાર ના તો કાયદેસર છે અને ના તેને ફગાવી શકાય છે. જો કે આવા લગ્નથી જન્મેલા બાળકો કાયદેસર માનવામાં આવશે.

supreme court

કોર્ટે મુસ્લિમ કાયદાને આધાર માનીને કહ્યુ કે આ કાયદા અનુસાર અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે મુસ્લિમ પુરુષ અને મૂર્તિ પૂજા કરનારી મહિલા વચ્ચે લગ્ન ના તો કાયદેસર એટલે કે યોગ્ય છે અને ના નિરર્થક છે. આ લગ્ન અસ્થાયી છે. આ લગ્નમાં જો કોઈ બાળકો જન્મે તો તે પિતાની સંપત્તિ પર સંપૂર્ણ અધિકાર રાખે છે. કોર્ટે કહ્યુ કે હિંદુ મહિલા મૂર્તિ, ભગવાનના ફોટાની પૂજા કરે છે એટલે કે સ્પષ્ટ છે કે હિંદુ મહિલાના મુસ્લિમ પુરુષ સાથે વિવાહ સ્થાયી નથી પરંતુ અસ્થાયી છે.

કોર્ટે એ આદેશ એક અરજી પર સુનાવણી દરમિયાન આપ્યો. વાસ્તવમાં મોહમ્મદ ઈલિયાસ અને વલ્લિઅમ્મા વચ્ચે લગ્ન બાદ તેમનો પુત્ર શમશુદ્દીન પેદા થયો હતો. આ કેસમાં બંને પક્ષ કોર્ટમાં પહોંચ્યા હતા. કેરળ હાઈકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ હતુ કે શમશુદ્દીન બંનેનેો કાયદેસર પુત્ર છે જ્યારે મા કાયદેસર પત્ની નથી કારણકે લગ્ન સમયે તે ધર્મથી હિંદુ હતી.

આ પણ વાંચોઃ પરપ્રાંતિયો પરની હિંસા મામલે મુખ્યમંત્રી રૂપાણી અને અલ્પેશ ઠાકોર વિરુદ્ધ FIR નોંધાશેઆ પણ વાંચોઃ પરપ્રાંતિયો પરની હિંસા મામલે મુખ્યમંત્રી રૂપાણી અને અલ્પેશ ઠાકોર વિરુદ્ધ FIR નોંધાશે

English summary
Child from Muslim man and hindu woman marriage is legal says Supreme court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X