For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીને લદ્દાખમાં પેંગોંગ વિવાદ માટે ભારતને ગણાવ્યુ જવાબદાર, મીડિયા રિપોર્ટ્સનો આપ્યો હવાલો

ચીને ભારતને પેંગોંગ ત્સો પર થયેલ વિવાદ માટે દોષી ગણાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રશિયાની રાજધાની મૉસ્કોમાં વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના ચીની સમકક્ષ વાંગ વાઈ સાથે મુલાકાત કરી. બંને નેતા 10 પોઈન્ટવાળા એ પરિણામ પર પહોંચ્યા જે હેઠળ લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર ડિસએન્ગેજમેન્ટ અને ડિએસ્કલેશનને પૂરુ કરવામાં આવશે. પરંતુ એ અંગેના પણ સંકેત મળી રહ્યા છે કે એલએસી પર તણાવ હાલમાં ઘટવાના કોઈ અણસાર નથી. ચીને ભારતને પેંગોંગ ત્સો પર થયેલ વિવાદ માટે દોષી ગણાવ્યુ છે.

india-china

અમુક મંત્રીઓના નિવેદનોનો પણ ઉલ્લેખ

ભારતમાં ચીનના રાજદૂત સન વિડોંગ તરફથી લેટેસ્ટ ઘટનાક્રમ પર નિવેદન આપવામાં આવ્યુ છે. આ નિવેદનમાં તેમણે ભારતના અમુક મંત્રીઓ અને અમુક મીડિયા રિપોર્ટ્સનો હવાલો આપ્યો છે. તેમણે આ નિવેદનો અને રિપોર્ટ્સના આધારે દાવો કર્યો છે કે ભારતે એલએસી પર સમજૂતીનુ ઉલ્લંઘન કર્યુ અને યથાસ્થિતિમાં ફેરફારતની કોશિશો કરી છે. વિડોંગે કહ્યુ, 'હાલમાં જ અમુક ખાસ મંત્રીઓ તરફથી નિવેદનોમાં કહેવામાં આવ્યુ છે કે ભારતીય જવાનોએ પૂર્વનિયોજિત રીતે ચીની જવાનોને પેંગોંગના દક્ષિણ ભાગ પર જવાબ આપ્યો છે. આનાથી સ્પષ્ટ છે કે ભારતના જવાન એલએસીને ગેરકાયદે રીતે પાર કરીને બૉર્ડરના વિસ્તારોમાં ફેરફારની કોશિશ કરી રહ્યા હતા.'

PLAએ કરી હતી ફેરફારની કોશિશો

આ નિવેદનમાં તેમણે કહ્યુ છે કે અમુક ભારતીય મીડિયા રિપોર્ટ્સમાં સરકારના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે ઈન્ડિયન આર્મી તરફથી બે વાર ફાયરિંગ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યુ છે કે વિડોંગએ આ વાત ભારત તરફથી આવેલ એ નિવેદનની પ્રતિક્રિયા સ્વરૂપે કહી છે જે 31 ઓગસ્ટના રોજ આવ્યુ હતુ. આ નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારતીય જવાનોએ પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ) તરફથી પૂર્વનિયોજિત રીતે એલએસીની યથાસ્થિતિમાં થઈ રહેલ ફેરફારની કોશિશોને નિષ્ફળ કરી દીધી છે. જો કે વિડોંગને એ વાતનો ભરોસો છે કે ભારત અને ચીન જે પરિણામો પર પહોંચ્યા છે તે બાદ સીમા પર શાંતિ થઈ શકશે.

Weather Update: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવનાWeather Update: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

English summary
China claims India is resposible for LAC violation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X