ચીને ભારતીય વૈજ્ઞાનિકને કર્યા સન્માનિત

ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સ(સીએએસ)એ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સહયોગ માટે ભારત, જર્મની અને રશિયાના ત્રણ વૈજ્ઞાનિકોને વર્ષ 2012ના એવોર્ડ પ્રદાન કર્યા. જવાહર લાલ નહેરુ આધુનિક વૈજ્ઞાનિક અનુસાંઘાન કેન્દ્ર, બેંગ્લોરના સંસ્થાપક 79 વર્ષીય રાવ ઉપરાંત આ એવોર્ડ જર્મનીના હર્બર્ટ જાઇકલ અને રશિયાના જીએ ઝેરેબ્તસોવને મળ્યો છે.
નોંધનીય છે કે રાવે આ ઉપરાંત પણ અનેક એવોર્ડ મેળવેલા છે. તે હાલ સાઇન્ટિફિક એડવાયઝરી કાઉન્સિલના હેડ છે.
સીએએસ દર વર્ષે આ એવોર્ડ પ્રદાન કરે છે. આ એવોર્ડ 2007માં શરૂ કરવામાં આવ્યો હતો. જે અત્યારસુધી 17 આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
