For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસના ફેલાવની તપાસ માટે ચીને આંતરરાષ્ટ્રીય ટીમને ન આપી એંટ્રી, WHO નારાજ

વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ગેબ્રિસસે ચીન પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

China hasn't granted entry to coronavirus experts said said WHO Chief Tedros Adhanom Ghebreyesus: વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ગેબ્રિસસે ચીન પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કોરોના વાયરસની ઉત્પતિની તપાસ માટે ચીન દ્વારા ઈન્ટરનેશનલ વિશેષજ્ઞોની એક ટીમને એંટ્રી ન આપવા પર નિરાશા અને ગુસ્સો બંને વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે આ બહુ નિરાશાની વાત છે કે કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ કરવા માટે ચીને હજુ પણ આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞોની એક ટીમને પ્રવેશની મંજૂરીને અધિકૃત કરી નથી, તેનાથી માત્ર મુશ્કેલી વધશે પરંતુ આ વાત ચીનને સમજમાં નથી આવી રહી.

who

જ્યાં ગેબ્રિસસે ચીન વિશે આ વાત કહી, ત્યાં બીજી તરફ તેમણે કોરોના સામે જંગ લડી રહેલ ભારતની પ્રશંસા કરી છે. તેમણે આ વિશે એક ટ્વિટ કર્યુ હતુ, જેમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેગ પણ કર્યા છે. જેમાં ટેડ્રોસે લખ્યુ છે કે ભારતે સતત કોવિડ-19 મહામારીની ખતમ કરવા માટે નિર્ણાયક પગલાં લેવાનુ ચાલુ રાખ્યુ છે. દુનિયાની સૌથી મોટી વેક્સીનના નિર્માતા તરીકે દેશ કામ કરવા માટે સંપૂર્ણપણ તૈયાર છે. જો આપણે સૌ સાથે મળીને કામ કરીએ તો આપણે એ સુનિશ્ચિત કરી શકીએ છે કે પ્રભાવી અને સુરક્ષિત વેક્સીનનો ઉપયોગ દરેક જગ્યાએ નબળા લોકોની સુરક્ષા માટે કરી શકાય.

વિશ્વ આરોગ્ય સંગઠને ભારતની કરી પ્રશંસા

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વિશ્વ આરોગ્ય સંગઠને ભારતની પ્રશંસા કરી હતી, જ્યારે ભારતમાં કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે લૉકડાઉન લગાવવામાં આવ્યુ હતુ, ત્યારે પણ ટેડ્રોસ અધાનોમે કહ્યુ હતુ કે ભારતે વાયરસના જાનલેવા જોખમને ઓળખીને પહેલેથી જ પગલાં લીધા છે જેનાથી સંક્રમણને રોકવામાં મદદ મળશે.

અમેરિકા પર ભડક્યુ ચીન, કોરોના વાયરસ વિશે કહી મોટી વાત

વળી, ચીને સોમવારે અમેરિકાના એ આરોપનુ જોરદાર ખંડન કર્યુ કે નોવેલ કોરોના વાયસ તેના ત્યાંની એક પ્રયોગશાળામાંથી લીક થયો. તેણે કહ્યુ કે એવી સંભાવના છે કે આ મહામારીનો પ્રસાર દુનિયામાં અલગ અલગ સ્થળોએ ફેલાવાના કારણે થયો છે. એવામાં અમારી ઉપર દોષારોપણ કરવાનો શું અર્થ છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા હુઆ ચુનયિંગે કહ્યુ કે ચીન ડબ્લ્યુએચઓ સાથે સહયોગને મોટુ મહત્વ આપે છે પરંતુ તેનો અર્થ એ નહિ કે આ ઘાતક વાયરસની ઉત્પત્તિ અમારે ત્યાં થઈ છે. તમને જણાવી દઈએ કે ચીનના વુહાનની લેબમાં ડેિસેમ્બર 2019માં કોરોના વાયરસ પેદા થયો હતો પરંતુ ચીન સતત એ વાતથી ઈનકાર કરતુ આવી રહ્યુ છે.

English summary
China has still not authorised the entry of a team of international experts to examine the origins of the coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X