For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લદ્દાખમાં ચીનની નાપાક હરકત, LAC નજીક ભારતીય પશુપાલકોને આંતર્યા

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ફરીથી તણાવની સ્થિતિ ઉભી થતી જોવા મળી રહી છે. LAC નજીક ડેમચોકમાં ચીનના સૈનિકો દ્વારા ભારતીય પશુપાલકોને રોકવાનો મામલો સામે આવ્યો છે. જો કે આ ઘટના 21 ઓગસ્ટની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અં

|
Google Oneindia Gujarati News

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ફરીથી તણાવની સ્થિતિ ઉભી થતી જોવા મળી રહી છે. LAC નજીક ડેમચોકમાં ચીનના સૈનિકો દ્વારા ભારતીય પશુપાલકોને રોકવાનો મામલો સામે આવ્યો છે. જો કે આ ઘટના 21 ઓગસ્ટની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આ ઘટના ડેમચોક નજીકની છે. જે બાદ ભારત અને ચીની સૈનિકો વચ્ચે 26 ઓગસ્ટે આ મામલે બેઠક પણ મળી હતી. બન્ને દેશોના સૈનિકો વચ્ચે થયેલી બેઠકમાં આ મામલે સમાધાન કરી લેવામાં આવ્યું છે. જો કે બન્ને દેશોના સૈનિકો ડેમચોક નજીક નજર રાખી રહ્યાં છે.

Ladakh

ઈસ્ટર્ન લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી LAC પર કુલ 23 સંવેદનશીલ પોસ્ટ છે. જેમાં ડેમચોકનું નામ પણ આવે છે. વર્ષ 2018માં ચીની સૈનિકો ડેમચોકમાં 300 થી 400 મીટર સુધી અંદર ઘૂસી આવ્યા હતા. જ્યાં તેમણે કેટલાક ટેન્ટ ઉખાડી ફેંક્યા હતા. જે બાદ બન્ને દેશોના સૈનિકો વચ્ચે વાટાઘાટો થઈ અને અંતે સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020ના ઓક્ટોબરમાં પણ પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના એક સૈનિકને ડેમચોક નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. 19 ઑક્ટોબર, 2020ના પૂર્વ લદ્દાખના ડેમચોક સેક્ટરમાં તે ભૂલો પડ્યો હતો. જેની પૂછપરછ બાદ ભારતીય સેનાએ તેને પરત ચીન મોકલી દીધો હતો. આ સૈનિક કોરપોરલ રેન્ક પર હતો અને ચીનના શાંગજી વિસ્તારમાં રહેતો હતો. તેની પાસેથી સિવિલ અને મિલિટ્રી ડૉક્યૂમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.

English summary
China's nefarious activities in Ladakh have stopped Indian herdsmen near the LAC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X